VADODARA : સી.એચ.જવેલર્સમાં સોનાની ચોરીના કેસમાં 2.31 કરોડનું સોનું રીકવર કરવામાં આવ્યું
CH Jewelers gold theft case : સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોનીએ શોરૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી ઠગાઇ કરી હતી. તેણે દોઢ વર્ષમાં 7 હજાર 853 ગ્રામના 4 કરોડના સોનાના સિક્કા મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.
VADODARA : વડોદરામાં CH જ્વેલર્સમાં જનરલ મેનેજરે કરેલી ચોરીના કેસમાં પોલીસે ગણદેવીકર જ્વેલર્સના વિવેક ગણદેવીકર પાસેથી 1.84 કરોડના સોનાના સિક્કા કબ્જે કર્યા છે.પોલીસે અત્યાર સુધીની તપાસમાં 2.31 કરોડના સોનાના સિક્કા કબ્જે કર્યા હતા. સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોનીએ શોરૂમમાંથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી ઠગાઇ કરી હતી. તેણે દોઢ વર્ષમાં 7 હજાર 853 ગ્રામના 4 કરોડના સોનાના સિક્કા મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા.સયાજીગંજ પોલીસે વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, તરજ તુષાર દીવાનજીએ ગણદેવીકર જ્વેલર્સના વિવેક પુરુષોત્તમભાઈ ગણદેવીકરને 2016 થી 2021ના ગાળામાં 3850 ગ્રામના સોનાના સિક્કા વેચ્યા હતા.
પોલીસે વિવેક ગણદેવીકર પાસેથી 3850 ગ્રામના 1.84 કરોડના સોનાના સિક્કા કબજે કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં વિવેક ગણદેવીકર સહિત અન્ય સોનીઓ પાસેથી 2.31 કરોડના 4 કિલો 814 ગ્રામ સોનાના સિક્કા કબજે કર્યા છે.
સી.એચ.જવેલર્સના ભેજાબાજ જનરલ મેનજર વિરલ સોનીએ 7 કિલો 853 ગ્રામ સોનાની તબક્કાવર ચોરી કરી હતી. જવેલર્સના માલિકની જાણ બહાર બોગસ ગ્રાહકના નામે ક્રેડિટ એન્ટ્રી પાડી વર્ષ 2014થી સોનાના સિક્કાઓ ચોરી જતો હતો.
આ મેનેજર ક્રેડિટ સ્લીપ બનાવી ગ્રાહકના નામની ખોટી એન્ટ્રી કર્યા બાદ કોમ્પ્યુટર સિસ્ટમમાં બનાવેલ બિલ ડીલીટ કરી દેતો હતો. મેનેજરે મિત પટેલ, માનવ પટેલ, માર્મિક પટેલ નામના બોગસ ખાતેદારના નામે એન્ટ્રી કરી કરોડો રૂપિયાના સોનાની હેરાફેરી કરી હતી અને 24 કેરેટ સોનાના સિક્કા તેના મિત્ર તરજને કમિશનથી વેચાણ કરવા આપતો હતો.
આ પણ વાંચો : Vadodara : ફ્લિપકાર્ટની કરોડો રૂપિયાની ચોરીનો કેસ, કન્ટેનર સહિતના CCTV સામે આવ્યા