AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહિલા કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે મધ્યપ્રદેશની મહિલાની સાયકલ યાત્રા, વડોદરા તંત્રએ કરી પ્રોત્સાહિત

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની આશા માલવી નામની સુશિક્ષિત યુવતીએ હાલમાં સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા 20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે. તે વડોદરા (Vadodara) આવી પહોંચી હતી.

મહિલા કલ્યાણ અને પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથે મધ્યપ્રદેશની મહિલાની સાયકલ યાત્રા, વડોદરા તંત્રએ કરી પ્રોત્સાહિત
મધ્ય પ્રદેશની મહિલાની 20 હજાર કિમીની સાઇકલ યાત્રા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 5:16 PM
Share

મહિલા કલ્યાણ અને આત્મ નિર્ભરતા તથા પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવા મધ્ય પ્રદેશની સુશિક્ષિત આશા માલવીએ વીસ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે. આશા માલવી શારીરિક શિક્ષણમાં સ્નાતક છે અને રમતવીર છે. તે પોતાની સાયકલ યાત્રા સાથે વડોદરા આવી પહોંચી હતી. ત્યારે વડોદરા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ યુવતીના સાહસ અને સામાજિક આશયને પ્રોત્સાહિત કર્યો. વડોદરા તંત્ર દ્વારા તેના કામની સરાહના કરવામાં આવી.

20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના નાતારામની આશા માલવી નામની સુશિક્ષિત યુવતીએ હાલમાં સામાજિક હેતુઓને પ્રોત્સાહિત કરવા 20 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા આદરી છે. આ સાહસિક સફરના ભાગરૂપે આ યુવતી આજે વડોદરા આવી હતી. ત્યારે તે જિલ્લા કલેકટર અતુલ ગોર,જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ,જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત તંત્રાધિકારીઓને મળી હતી. તેણે જણાવ્યું કે મારો આશય મહિલાઓ માટે સુરક્ષા અને આદરને અગ્રતા આપતાં સમાજને પ્રોત્સાહિત કરવાનો છે. હું મારી સાયકલ યાત્રા દ્વારા સમાજને મહિલાઓની સુરક્ષા અને આત્મ નિર્ભરતાનો સંદેશ આપવા માગુ છું. તેની સાથે મારે વ્યાપક સ્તરે પર્યાવરણ જાગૃતિનો સંચાર પણ કરવો છે.

11 મહિના સુધી સતત કરશે પ્રવાસ

વડોદરા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રોત્સાહક અભિગમ માટે આશા માલવીએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આશાએ તારીખ એક નવેમ્બરે ભોપાલથી પર્યાવરણ અને મહિલા સન્માન સાયકલ યાત્રા શરૂ કરી હતી. તે ઝાબુઆ, દાહોદ,ગોધરા, બાલાશિનોર, અમદાવાદ, નડિયાદ થઈને વડોદરા આવી હતી. 11મહિના સુધી સતત સાયકલ યાત્રા કરી નવી દિલ્હીમાં આ સાહસનું તે સમાપન કરવા માંગે છે.

નેશનલ બૂક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે કામની નોંધ

આશા એક નીવડેલી સ્પોર્ટ્સ વુમન છે. રમતના ક્ષેત્રમાં એ નેશનલ પ્લેયર છે અને પર્વતારોહણમાં એની સિદ્ધિઓની નોંધ નેશનલ બૂક ઓફ રેકોર્ડસમાં લેવાઈ છે. મહિલા સુરક્ષા અને સલામત પર્યાવરણ માટેની તેની આ નિસ્બત ખરેખર બિરદાવવા યોગ્ય છે. આશા હવે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પ્રસ્થાન કરશે.

(વિથ ઇનપુટ- યુનુસ ગાઝી, વડોદરા)

g clip-path="url(#clip0_868_265)">