Vadodara : મતદાર યાદી પ્રમાણે વડોદરાના જેન્ડર રેશિયોમાં થયો બે ટકાનો વધારો, જાણો વિગત
મતદાર યાદી પ્રમાણે વડોદરાના જેન્ડર રેશિયામાં બે ટકાનો વધારો થયો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં પ્રતિ હજાર પુરૂષોની સામે 934 મહિલાઓની સંખ્યાની સાપેક્ષે મતદાર યાદી મુજબ આ સંખ્યા વધીને 953 થઇ છે.
મતદાર યાદી પ્રમાણે વડોદરાના જેન્ડર રેશિયામાં બે ટકાનો વધારો થયો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં પ્રતિ હજાર પુરૂષોની સામે 934 મહિલાઓની સંખ્યાની સાપેક્ષે મતદાર યાદી મુજબ આ સંખ્યા વધીને 953 થઇ છે. મતદાર યાદી નિરક્ષક જેનુ દેવએ મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમની સમીક્ષા કરી હતી.
જેન્ડર રેશિયોમાં બે ટકા જેટલો વધારો
સ્ટેમ્પ સુપરિટેન્ડેન્ટ અને મતદાર યાદી નિરીક્ષક જેનુ દેવ વડોદરા શહેર અને જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમ્યાન ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન સામે આવેલા આંકડા મુજબ વડોદરામાં જેન્ડર રેશિયોમાં બે ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં પ્રતિ એક હજાર પુરૂષોની સામે 934 મહિલાઓની સંખ્યાની સાપેક્ષે મતદાર યાદી મુજબ આ સંખ્યા વધીને 953 થઇ છે.
જિલ્લાના 2589 બૂથ લેવલ પર અધિકારીઓની નિમણુંક
આ બેઠકમાં એવી વિગતો રજૂ કરવામાં આવી હતી કે, વડોદરા શહેર અને જિલ્લામાં 2589 બૂથ લેવલ અધિકારીની નિમણુંક થયેલી છે. તે પૈકી 526 BLO ની પોતાનાજ મત વિસ્તારમાં નિમણુંક આપવામાં આવી છે. જ્યારે તેના ઉપર 255 બીએલઓ સુપરવાઈઝરની પણ નિયુક્તિ થઇ છે. 1 એપ્રિલ 2023ની સ્થિતિએ વડોદરામાં કુલ 25,99,627 મતદારો નોંધાયા છે. જે પૈકી 13,30,862 પુરૂષ અને 12,68,539 મહિલા મતદારો છે. જ્યારે અન્ય જાતિના 226 મતદારોની નોંધણી થઈ છે.
આ પણ વાંચો : ધાર્મિક કે સામાજિક શોભાયાત્રામાં હિંસાની ઘટનાને પગલે હાઈકોર્ટમાં કરાયેલી અરજી પર આજે સુનાવણી, જુઓ Video
મતદારોને લગતા વિવિધ શ્રેણીના ફોર્મ સ્વીકરવામાં આવ્યા
વડોદરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન બૂથ ઉપર બેસીને બીએલઓ દ્ગારા મતદારોને લગતા વિવિધ સુધારાને લગતા તેમજ નવા વોટિંગ કાર્ડ માટેના ફોર્મ સ્વીકરવામાં આવ્યા હતા. આ ફોર્મને ઝડપથી ઓનલાઈન કરી દેવા માટે જેનુ દેવએ બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે, આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલવાની છે.
આ માહિતી ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનો અને ગ્રામ પંચાયતોએ પોસ્ટર લગાવવા જોઇએ. આ બેઠકમાં કલેક્ટર અતુલ ગોર, નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી. એસ. પ્રજાપતિ, કાર્યકરી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કોમલ પટેલ સહિત પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…