Vadodara : સાવલીમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓના મોત

|

Jul 10, 2021 | 10:10 PM

સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે.

Vadodara : સાવલીમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓના મોત
Two medical students drowned in Mahisagar river

Follow us on

Vadodara : સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં વડોદરાથી ન્હાવા આવેલા બે તબીબી વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. વડોદરાનું ડોક્ટર વિદ્યાર્થીઓનું ગ્રુપ મહી નદીમાં ન્હાવા આવ્યા હતા, જે પૈકી એક વિદ્યાર્થીની અને એક વિદ્યાર્થીનું ડૂબી જતાં મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ રસૂલપુર ગામે પિકનિક કરવા ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ તેઓ નીકળ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને તેમાં ત્રણ વિદ્યાર્થીઓ પાણીમાં તણાયા હતા. બીજા અનેક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા.

પરંતુ પાણીમાં દૂર સુધી ગયેલા વિદ્યાર્થીઓ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહનું પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓએ તાત્કાલિક ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બંને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ એક વિદ્યાર્થીનો જીવ ગામલોકોએ બચાવી લીધો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંને ડૂબેલા યુવક યુવતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. બંને મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે, જેમના પરિવારજનોને તેમના મોત વિશે જાણ કરાઈ હતી.

Next Article