Vadodara: ધોરણ 10 અને 12 બાદ વિધાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન માટે ટીવી નાઈને બે દિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું

|

Jun 04, 2022 | 10:56 PM

ટીવી નાઇન એજ્યુકેશન એક્સપોની(Tv9 Education Expo) મુલાકાત લઈ રહેલ વાલીઓ અને વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો માં ટીવી નાઈન એજ્યુકેશન એકસપો ના પ્રયાસ ને આવકાર્યો હતો અને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આ એજ્યુકેશન એક્સપોમાં થી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

Vadodara: ધોરણ 10 અને 12 બાદ વિધાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન માટે ટીવી નાઈને બે દિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું
Vadodara TV9 Education Expo

Follow us on

ગુજરાતમાં (Gujarat)  ધોરણ 10 અને 12 ના પરીક્ષાના પરિણામ(Result)  બાદ વાલીઓ અને વિધાર્થીઓને કારકીર્દીના(Careeer)  ઘડતર માટે ક્ષેત્ર પસંદગીનો મૂંઝવતો પ્રશ્ન હોય છે .  આ મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ ટીવીનાઈને(Tv9)  કર્યો છે. ટીવી નાઈને વડોદરા અને તેના આસપાસના વાલીઓ વિધાર્થીઓને કારકીર્દી માટે શેક્ષણિક ક્ષેત્ર પસંદગી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વડોદરા ની સૂર્યા પેલેસ હોટેલ ખાતે બે દિવસીય ટીવી નાઈન એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલે રીબીન કાપી ટીવી નાઈન એજ્યુકેશન એક્સપોને ખુલ્લો મુક્યો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ પણ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી.

વિવિધ શેક્ષણિક ક્ષેત્રોની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી શકશે

આ પ્રસંગે પોતાના સંબોધનમાં મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે બાળકો. માટે ટીવી નાઈન દ્વારા ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે, આ ખુબજ જરૂરી છે, વિધાર્થી અને તેના પરિવાર ને કારકિર્દી વિષયક માર્ગદર્શન મેળવવા માટે આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, વાલી અને વિધાર્થી કારકિર્દી નું ક્ષેત્ર પસંદ કરવા જુદું જુદું વિચારે છે ત્યારે વિવિધ શેક્ષણિક ક્ષેત્રો ની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે પ્રકારે ટીવી નાઈન દ્વારા ગોઠવાયેલ આ વ્યવસ્થા અને એજ્યુકેશન એક્સપો સરાહનીય છે.

વાલીઓ વિધાર્થીઓ એ મોટી સંખ્યામાં આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી

સાંસદ રંજન બેન ભટ્ટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર  પટેલે પણ ટીવી નાઈનના એજ્યુકેશન એક્સપો ના આયોજન ને બિરદાવ્યું હતું અને વાલીઓ તથા વિધાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માટે પોતા ની રુચિનું ક્ષેત્ર પસંદ કરવામાં ઘણું મદદરૂપ સાબિત થશે. વડોદરા શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અગ્રણીઓ, શેક્ષણિક સંસ્થાઓ ના વડાઓ, વાલીઓ વિધાર્થીઓ એ મોટી સંખ્યામાં આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓ, વિવિધ શેક્ષણિક સંસ્થાઓએ હિસ્સો લીધો

ટીવી નાઈનના એજ્યુકેશન એક્સપો માં દેશ અને રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓ, વિવિધ શેક્ષણિક સંસ્થાઓએ ભાગ લઈ રહી છે, જેઓના સ્ટાફ દ્વારા વાલીઓ વિધાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.દેશ વિદેશમાં અભ્યાસ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અભ્યાસ લોન કેવી રીતે મેળવી શકાય તેના માર્ગદર્શન માટે વિવિધ બેંકોના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.ટીવી નાઇન એજ્યુકેશન એક્સપોની મુલાકાત લઈ રહેલ વાલીઓ અને વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો માં ટીવી નાઈન એજ્યુકેશન એકસપો ના પ્રયાસ ને આવકાર્યો હતો અને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આ એજ્યુકેશન એક્સપોમાં થી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગ્રાન્ડ મરકયોર( હોટેલ સૂર્યા પેલેસ) ખાતે તારીખ 4 જૂન અને 5 જૂન આયોજિત ટીવી નાઈન એજ્યુકેશન એક્સપો ની વિધાર્થીઓ વાલીઓ સ્વારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે.

Published On - 10:53 pm, Sat, 4 June 22

Next Article