Vadodara: લવ-જેહાદનો ચોંકાવનારો કિસ્સો, લગ્ન બાદ યુવતીને મારઝૂડ કરી માંસાહારી ખાવા દબાણ કરાતું હતું

|

Jul 05, 2022 | 8:54 PM

પોલીસ કેસ ન કરવા અને યુવતીને તેના સાસરીયામાં જ રહેવા દેવા માટે પરિવાર પર બે કોન્સ્ટેબલે દબાણ કર્યું હતું, ઉચ્ચ અધિકારીઓએ બન્ને પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા.

Vadodara: લવ-જેહાદનો ચોંકાવનારો કિસ્સો, લગ્ન બાદ યુવતીને મારઝૂડ કરી માંસાહારી ખાવા દબાણ કરાતું હતું
symbolic image

Follow us on

વડોદરા (Vadodara) માંથી લવ-જેહાદ (Love-jihad) નો વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2019માં સેલ્વિન પરમાર નામના વિધર્મી યુવકે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન (Marriage)કર્યા હતાં. લગ્ન કર્યા બાદ જ સેલ્વિનનો ક્રૂર ચહેરો પણ સામે આવી ગયો હતો. સેલ્વિન યુવતી પર અત્યાર ગુજારવા લાગ્યો હતો. યુવતીને પોતાના હાથ પર બ્લેડના કાપા મારી ફોટો મંગાવતો હતો. સેલ્વિન યુવતી સાથે મારઝૂડ કરતો અને માંસાહારી ખાવા દબાણ કરવા લાગ્યો હતો. પરિવારને જ્યારે જાણ થઈ તો પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવતીના પિતાએ તાત્કાલીક SHE ટીમ બોલાવી અને પોતાની યુવતીનું કાઉન્સિલીંગ શરૂકર્યું હતું.

યુવતીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે પરિવારને હેવાન સેલ્વિનના કરતૂતની જાણ થઈ. ન્યાય માટે સેલ્વિને SHE ટીમને જાણ તો કરી પણ SHE ટીમ પહોંચે તે પહેલા ત્યાં નોયલ અને સંજય નામના પોલીસકર્મી પહોંચી ગયા. આ બન્ને પોલીસકર્મી SHE ટીમમાં ન હોવા છતાં યુવતીના ઘરે ગયા અને યુવતીના પિતાને સવાલ કરવા લાગ્યા કે યુવતીને ઘરે લાવીને શું કરશો. યુવતીના પિતાએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીની જિંદગી નર્ક કરવામાં કોન્સ્ટેબલ નોયલનો જ હાથ છે.

પોતાની દીકરીને ન્યાય મળે તે માટે યુવતીના પિતાએ ઉચ્ચ પોલીસ અધિકારી અને વડાપ્રધાન કાર્યાલય સુધી અરજીઓ કરી છે. યુવતીના પિતાની અરજી બાદ ઉચ્ચ અધિકારીઓએ બન્ને પોલીસકર્મી પર કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો

સમગ્ર મામલો બહાર આવતા સેલ્વિનના પિતા પણ મીડિયા સમક્ષ આવ્યા અને યુવતીના પિતાના આરોપને નકાર્યા. તેમણે કહ્યું કે યુવતી પાંચ વખત ભાગીને અમારા ઘરે આવી હતી અને અમે તેમને સમજાવીને પરત મોકલી હતી. છઠ્ઠી વખત યુવતીએ લગ્ન કરવા દબાણ કર્યું એટલે બન્નેના લગ્ન કરાવ્યા અને બન્ને વચ્ચે કોઈ વિવાદ નહોતો. બ્લેડ મારવાની વાતને પણ સેલ્વિનના પિતાએ ખોટી ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તનની પ્રવૃતિ અટકાવવા માટે વિધાનસભામાં લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદો ગુજરાતમાં લાગુ થઇ કરવામાં આવ્યો છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં આ કાયદો લાગુ કરવામાં આવી ચુક્યો છે

Next Article