VADODARA : મહેસુલ પ્રધાનની મામલતદાર કચેરીમાં રેડ, 9 કરોડનું ગોલમાલ ઝડપાયુ, એક સામાન્ય મહિલાને મંત્રીએ મદદ કરી
વડોદરા મામલતદાર કચેરીએ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક મુલાકાત લીધી. જ્યાં તેમણે એક મહિલાની પણ મદદ કરી. મહિલા છેલ્લાં કેટલાય દિવસથી આવકના દાખલા માટે ઘક્કા ખાઇ રહી હતી. મહિલાની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી.
VADODARA : સરકારની તિજોરીને 9 કરોડનું નુકસાન થયુ હોવાનું મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પકડ્યું છે. મંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારા વિભાગ પાસે કેટલીક માહિતી છે. જેમાં વિસંગતતાના આધારે જામ્બુવા, તાંદડજ અને તરસાલીમાં જંત્રીમાં વિસંગતતા જોવા મળી છે.
જેમાં 3500ને બદલે 2500 જંત્રી જોવા મળી, બે જંત્રી ના હોવી જોઇએ તેમ મંત્રીએ જણાવ્યું છે. આ વિસંગતતા અંગે વિભાગ દ્વારા માર્ગદર્શન મેળવવા સૂચના મંત્રી દ્વારા આપવામાં આવી છે, તેમણે એમ પણ ઉમેર્યું કે ઇરાદાપૂર્વક કોઇએ ઓછી જંત્રીના દસ્તાવેજ નોંધવામાં આવ્યું હોય તેવું લાગ્યું છે. અમારી પાસે મળેલા ચાર કેસોમાં જંત્રીની વિસંગતતા માલુમ પડી છે. અને, 11થી 12 કરોડ ઓછી જંત્રી લેવામાં આવી છે, જેથી સરકારની તિજોરીને નુકસાન થયું છે.
મહેસુલ પ્રધાને એક મહિલાની મદદ કરી
વડોદરા મામલતદાર કચેરીએ મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક મુલાકાત લીધી. જ્યાં તેમણે એક મહિલાની પણ મદદ કરી. મહિલા છેલ્લાં કેટલાય દિવસથી આવકના દાખલા માટે ઘક્કા ખાઇ રહી હતી. મહિલાની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. અને ભાડાના પણ તેની પાસે પૈસા ન હતા.. ત્યારે આ મહિલાએ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ પોતાની વાત રજૂ કરી અને રાજેન્દ્ર ત્રિવેદીએ મહિલાને કામ થઇ જવાની બાહેધરી આપી. સાથે જ તેમણે મહિલાને ભાડાના 50 રૂપિયા આપીને પણ મદદ કરી. મહિલાએ મહેસૂલ પ્રધાનની આ મદદ બદલ તેમનો આભાર માન્યો હતો.
મહત્વનું છે મહેસૂલ પ્રધાન આ રીતે અગાઉ પણ દહેગામની કચેરીની મુલાકાત લઇ ચૂક્યા હતા.. તેઓ કચેરીમાં ચાલતી કામગીરીને જોવા માટે આ રીતે ઓચીતી મુલાકાત લે છે.
આ પણ વાંચો : Bangladesh: મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી 36 લોકોના મોત, 200થી વધુ લોકો થયા ઘાયલ
આ પણ વાંચો : Career in Hydrology: હાઇડ્રોલોજી શું છે? ક્યા મળે છે હાઇડ્રોલોજિસ્ટને નોકરી, જાણો તમામ વિગતો
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
