Bangladesh: મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી 36 લોકોના મોત, 200થી વધુ લોકો થયા ઘાયલ
દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.
દક્ષિણ બાંગ્લાદેશમાં શુક્રવારે મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી, જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની વચ્ચે બોટમાં આગ લાગી હતી. વહીવટીતંત્ર દ્વારા ઓછામાં ઓછા 36 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે. મોટાભાગના લોકો આગમાં દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક લોકોએ જીવ બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. આ દર્દનાક અકસ્માતમાં 200થી વધુ લોકો આગમાં દાઝી ગયા હતા, જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બરગુના જતી બોટ ‘MV અભિજન-10’ શુક્રવારે સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે આ બોટ ઢાકાથી નીકળી હતી. ફાયર સર્વિસ કંટ્રોલ રૂમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માહિતી મળ્યા બાદ 15 ફાયર બ્રિગેડ એકમોને સવારે 3:50 વાગ્યે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને સવારે 5:20 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
36 people dead after massive fire breaks out aboard a ferry in southern Bangladesh: officials
— Press Trust of India (@PTI_News) December 24, 2021
દુર્ઘટનામાં ઘાયલ એક વ્યક્તિએ બાંગ્લાદેશી અખબાર ડેઈલી સ્ટારને જણાવ્યું, “સવારે લગભગ 3 વાગ્યે એન્જિન રૂમમાં અચાનક આગ લાગી અને આગ ગાબખાન બ્રિજ પાસે ઝડપથી ફેલાઈ ગઈ. બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા. આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું. આગ લાગ્યા બાદ હું, મારી પત્ની અને મારી વહુ નદીમાં કૂદીને કિનારે પહોંચ્યા હતા.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે સવારે 9 વાગ્યા સુધી ઓછામાં ઓછા 90 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે, આગ એન્જિન રૂમમાં શરૂ થઈ હતી, જે બાદમાં બોટના બાકીના ભાગમાં ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો: MPSC Group C Recruitment 2021: મહારાષ્ટ્રમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી
આ પણ વાંચો: NID DAT Admit Card 2022: ડિઝાઇન એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ