
વડોદરામાં MS યુનિવર્સિટીમાં આયોજિત ABVP ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરફોર્મ કરનાર યુવતીનો પણ હવે વીડિયો સામે આવ્યો છે. યુવતીએ તેનો વીડિયો બનાવી તેની રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી છે. ડાન્સ કરનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ કે તે કોઈપણ વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલી નથી અને યુવતીએ વીડિયો વાયરલ કરનારા લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા. યુવતીએ કહ્યુ, “વીડિયો વાયરલ કરનારા લોકોએ મારી માનસિક સ્થિતિ અંગે વિચાર્યુ જ નહીં. મે કોઈ અશ્લિલ કપડા પહેર્યા ન હતા, માત્ર એક સાદી સાડી પહેરી હતી”. યુવતીએ કહ્યુ તેમણે માત્ર તેની આર્ટને પ્રેઝન્ટ કરી છે. તેણે કોઈ અશ્લિલતા ફેલાવી નથી.
યુવતીએ કહ્યુ હું સામાન્ય વિદ્યાર્થી છુ. અગાઉ પણ બોલિવુડ સોંગ પર ડાન્સ કરી ચુકી છે. યુવતીની સામે સંસ્કારી નગરીના ધજાગરા ઉડાડવાનો આરોપ લાગતા યુવતીએ વળતો પ્રહાર કર્યો કે જે લોકો એટલા સંસ્કારી બને છે તેમણે બોલિવુડ સોંગ પણ ન સાંભળવા જોઈએ. યુવતીએ કહ્યુ આટલા મોટા દેશમાં આટલા મુદ્દાઓ છે એ તમામને છોડીને માત્ર એક છોકરીને ટાર્ગેટ કરાઈ રહી છે. યુવતીએ ખુદનો બચાવ કર્યો કે તેમણે એવી કોઈ મોટી ભૂલ કરી નથી.
યુવતીએ વીડિયોના અંતમાં કહ્યુ કે વીડિયો વાયરલ કરનારાઓએ એકવાર પણ તેના વિશે ન વિચાર્યુ કે તેના પર શું વિતશે. કંઈ વિચાર્યા વિના એક છોકરીનો વીડિયો વાયરલ કરીને અશ્લિલતા ફેલાવવાનો આરોપ લગાવી દેવાયો. હકીકતમાં તેણે એવુ કંઈ કર્યુ જ નથી. યુવતીએ કહ્યુ કે માત્ર કોઈ પાર્ટીને કરવા માટે એક યુવતીનો સહારો લેવામાં આવ્યો. હાલ યુવતીએ અપીલ કરી કે તેના આ વીડિયોને વધુને વધુ શેર કરી એ લોકો સુધી પહોંચાડો.
રડતા રડતા યુવતીએ વ્યક્તિ કરી વેદના- જુઓ Video
ઉલ્લેખનિય છે કે યુવતીએ કાર્યક્રમમાં માધુરી દીક્ષિતના બહુ જ પ્રખ્યાત ‘ધકધક’ સોંગ પર ડાન્સ કર્યો હતો. માધુરીનું આ સોંગ એ સમયે લોકોને બહુ પસંદ પડ્યુ હતુ અને માધુરીન ધક ધક ગર્લ તરીકે ઓળખાવા લાગી હતી. માધુરી દિક્ષીતના ધકધક ડાન્સને આઈકોનિક સોંગ અને ડાન્સ ગણાવતા લોકો એક વિદ્યાર્થિનીના ડાન્સને અશ્લિલતાનું લેબલ આપી રહ્યા છે, તે પણ વિચારતા કરે તેવુ છે.
Input Credit- Anjali Ojha- Vadodara
Published On - 7:48 pm, Mon, 13 April 26