વડોદરાના ઉંડેરાત ગામના તળાવમાં હજારો માછલીઓના મોત, તપાસની માંગ

વડોદરાના ઉંડેરાત ગામના તળાવમાં મરેલી માછલીઓને શ્વાન બહાર ખેંચીને ખાતા હોવાથી ગામમાં રોગચાળો ફેલાવવાની સંભાવના છે. ઉંડેરાત ગામના લોકોએ વડોદરા કોર્પોરેશન અને GPCBના અધિકારીઓની બેદરકારીને મુખ્યત્વે જવાબદાર ગણાવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 31, 2021 | 5:43 PM

વડોદરાના(Vadodara)ઉંડેરાત  ગામના તળાવમાં હજારો માછલીઓના(Fish) મૃત હાલતમાં મળી આવી હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં તળાવમાં કોઈ કેમિકલયુક્ત પાણી કે ઝેરી પદાર્થ ફેંકી ગયુ હોવાથી માછલીઓના મોત થયાની આશંકા છે. આ તળાવમાં મત્સ્યપાલન કરતા વ્યક્તિને અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે..

આ મરેલી માછલીઓને શ્વાન બહાર ખેંચીને ખાતા હોવાથી ગામમાં રોગચાળો ફેલાવવાની સંભાવના છે. ઉંડેરાત ગામના લોકોએ વડોદરા કોર્પોરેશન અને GPCBના અધિકારીઓની બેદરકારીને મુખ્યત્વે જવાબદાર ગણાવી છે. આ માછલીઓના મોત બદલ જવાબદારોને કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.

વડોદરાના ઉંડેરાત ગામના તળાવમાં એક સાથે માછલીઓના મૃત્યુ થતાં અનેક શંકા – કૂ શંકા ઊભી થઇ રહી છે. તેમજ આ કોઇ વ્યક્તિને જાણી જોઇને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની પણ શંકા છે. તેવા સમયે તળાવના આ પાણીના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં અને તેની બારીકાઈથી તપાસ કરવાની પણ માંગ ઉઠવા પામી છે.

આ ઉપરાંત  પ્રકૃતિ  પ્રેમી અને પર્યાવરણવિદો પણ આ ઘટનાથી દુખી છે. તેમજ આ ઘટનાની તાત્કાલીક તપાસ કરીને કસૂરવારો સામે  પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેમજ આ ઘટનાના કસૂરવારો લોકોને કાયદા મુજબ આકરી સજા કરવાની  પણ માંગ  કરી રહ્યા છે. જયારે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે માટે પણ તકેદારી  રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : દિવાળી પૂર્વે સુરતના કાપડ માર્કેટમાં તેજીનો માહોલ, વેપારીઓ ખુશખુશાલ

આ પણ વાંચો : સુરતથી સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati