AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે ક્યાં અને કોની સાથે ગુપ્ત બેઠક કરી? જાણો વિગતે

ગૃહ વિભાગના સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની કામગીરીથી સંતોષ માન્યો હતો અને જે પથ્થર મારામાં સામેલ તત્વો અને તેઓની પાછળ જેઓનો દોરી સંચાર છે તેઓને વહેલી તકે ઝડપી પાડવા માટેની સૂચના આપી હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આ બેઠકને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી

Vadodara: ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે ક્યાં અને કોની સાથે ગુપ્ત બેઠક કરી? જાણો વિગતે
Vadodara Harsh Sanghavi Meeting
yunus.gazi
| Edited By: | Updated on: Apr 04, 2023 | 10:50 PM
Share

વડોદરા જિલ્લાના સાવલી ખાતે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સંચાલિત ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપવા આમ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો પહોંચ્યા હતા, પરંતુઆ મહાનુભવો પૈકી ત્રણ મહાનુભાવોએ શિડયુલમાં નહીં તેવી બેઠકો કરીને સૌને ચોંકાવી દીધા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાવલી ખાતેના સમુહ લગ્ન સમારંભમાં હાજરી આપવા જાય તે પૂર્વે વડોદરા સર્કિટ હાઉસ ખાતે સવારે 8:30 વાગે સૌરાષ્ટ્ર તમિલ સંગમના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે તેની સત્તાવાર જાહેરાત ગઈ કાલથી જ કરી દેવામાં આવી હતી.

હનુમાન જયંતિના દિવસે કયા પ્રકારનના સુરક્ષા બંદોબસ્તનું આયોજન કર્યું છે તે અંગેની વિગતો મેળવી

પરંતુ તેઓએ આજે વહેલી સવારે વડોદરા ખાતે આવીને પોતાના કાફલાને સીધો પોલીસ ભવન ખાતે હંકારી દીધો હતો જ્યાં પોલીસ કમિશનર શમશેર સિંઘ એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામા સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રામ નવમીના દિવસે પથ્થર મારાની ઘટના કેવી રીતે બની ,પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા આગામી હનુમાન જયંતિના દિવસે કયા પ્રકારનના સુરક્ષા બંદોબસ્તનું આયોજન કર્યું છે તે અંગેની વિગતો મેળવી હતી.

અચાનક બનેલી પથ્થર મારાની ઘટનાની હિંસાને પોલીસ દ્વારા ડામી દેવામાં આવી

પોલીસ કમિશનર શમશેર સિંઘ, DCP ક્રાઈમ અને રામનવમીના દિવસે બનેલી હિંસાની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઇટીના અધ્યક્ષ યુવરાજસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી વિડીયો ફૂટે જ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બતાવવામાં આવી હતી અને કઈ રીતે અચાનક બનેલી પથ્થર મારાની ઘટનાની હિંસાને પોલીસ દ્વારા ડામી દેવામાં આવી, સાંજે પથ્થરમારાની બીજી ઘટના કેવી રીતે બની તેના ઉપર કેવી રીતે અંકુશ મેળવવામાં આવ્યો અને ત્યારબાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી રામનવમી ની શોભાયાત્રાઓ શાંતિપૂર્ણ રીતે કઈ રીતે કાઢવામાં આવી તે તમામ બાબતે ગુહ રાજ્ય મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આ બેઠકને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી

ગૃહ વિભાગના સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની કામગીરીથી સંતોષ માન્યો હતો અને જે પથ્થર મારામાં સામેલ તત્વો અને તેઓની પાછળ જેઓનો દોરી સંચાર છે તેઓને વહેલી તકે ઝડપી પાડવા માટેની સૂચના આપી હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની આ બેઠકને અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી અગાઉથી જાહેરાત કરવામાં આવી નહોતી સમગ્ર મીડિયા વડોદરા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ ની રાહ જોઈને બેઠું હતું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પોલીસ ભવન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી રામનવમીના દિવસે બનેલ ઘટનાઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા.

વડોદરા પોલીસ ભવન ખાતે યોજાયેલી આ બેઠકની આટલી ગુપ્તતા કેમ જાળવવામાં આવી તે અંગેનો જવાબ કોઈ પોલીસ અધિકારી આપી શક્યા નહોતા પરંતુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એજ બપોરે આ બેઠક ની તસવીરો સાથે બેઠક અંગેની માહિતી જાહેર કરી દીધી હતી.સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ હુંકાર કર્યો હતો કે પથ્થર મારો કરનાર આરોપીઓ વડોદરા છોડી ને જ્યાં પણ ભાગ્યા હશે તેઓને પકડી પાડીશું.

આવી જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ કમિશ્નર શમશેર સિંઘ સાથે અચાનક બેઠક યોજી

જે રીતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ અચાનક બેઠક યોજી સૌને ચોંકાવ્યા એજ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરા સર્કિટ હાઉસ ખાતે પોલીસ કમિશ્નર અને એડિશનલ પોલીસ કમિશ્નર સાથે બેઠક યોજી સૌને ચોંકાવ્યા હતા. સાવલી ખાતેના સમૂહ લગ્નમા હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પોતાનો કાફલો એરપોર્ટ લઈ જવાને બદલે સીધા વડોદરા સર્કિટ હાઉસ ખાતે લઈ ને પહોંચ્યા હતા જ્યાં તેઓએ રામનવમી ના દિવસે પથ્થર મારા ની ઘટના કેવી રીતે બની અને શું પગલાં લેવાયા તે અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં પોલીસ કમિશ્નર શમશેર સિંઘ ઉપરાંત એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા અને DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની પોલીસ અધિકારીઓ સાથેની બેઠક અંદાજે અર્ધો કલાક આ બેઠક ચાલી હતી જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">