VADODARA: અવારનવાર નિયમોની ઐસીતૈસી કરતી 5 હોસ્પિટલો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી, નવા દર્દીઓને દાખલ ન કરવા પણ ટકોર

અવાર નવાર નિયમોની અવગણના કરતી અને ફાયર સેફટીના નિયમોનુ પાલન નહીં કરતી વડોદરાની 5 હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. તેમજ નવા દર્દીઓને પણ દાખલ ન કરવા પણ ટકોર કરી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 03, 2021 | 6:59 PM

VADODARA: ફાયર સેફટીના નિયમોનું પાલન નહીં કરતી વડોદરાની 5 હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ફાયર બ્રિગેડ (Vadodara Fire brigade) દ્વારા ફાયર સેફ્ટીને લઈને 5 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે. તેમજ નવા દર્દીઓને પણ દાખલ ન કરવા સૂચના આપાઈ છે.

 

છેલ્લાં ઘણા સમયથી હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. જેને લઈને જાનમાલનું મોટાપાયે નુકસાન થતું રહે છે. આ દરમ્યાન વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીને લઈને 5 હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.

 

જાણવા મળતી વિગતો મુજબ ફાયર સેફટીના સાધનો વસાવવા અને ફાયર NOC મેળવવા અવારનવાર નોટીસો આપવા છતાં હોસ્પિટલ સંચાલકો નિયમોની અવગણના કરી રહ્યા હતા. જેને લઈને તાત્કાલિક અસરથી ફાયર સેફટીના સાધનો વસાવવા નોટીસ ફટકારવામાં આવી છે અને વધુમાં નવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ નહીં કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

 

જેથી અવાર નવાર નિયમોની અવગણના કરતી અને ફાયર સેફટીના નિયમોનુ પાલન નહીં કરતી વડોદરાની 5 હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. તેમજ નવા દર્દીઓને પણ દાખલ ન કરવા પણ ટકોર કરી છે.

 

આ પાન વાંચો : Agriculture: ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા કૃષિ મંત્રાલયે એગ્રી બજાર સાથે કરાર કર્યા, ખેડૂતોને મળશે તેનો લાભ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">