AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન, 31 જુલાઈ સુધી અંતિમ દર્શન, 1 ઓગસ્ટે થશે અંતિમ સંસ્કાર

Death of Hariprasad Swami : હરિપ્રસાદ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનથી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે.

VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન, 31 જુલાઈ સુધી અંતિમ દર્શન, 1 ઓગસ્ટે થશે અંતિમ સંસ્કાર
VADODARA Death of Hariprasad Swami Maharaj of Haridham Sokhada
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 8:27 AM
Share

VADODARA : હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી મહારાજનું નિધન થયું છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામી ભાઈલાલ અમીન હોસ્પિટલ માં છેલ્લા કેટલાક દિવસ થી સારવાર હેઠળ હતા. ગઈકાલે રાત્રે 11 વાગ્યાના અરસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હરિપ્રસાદ સ્વામી મહારાજના અક્ષરધામ ગમનથી હરિભક્તોમાં શોકની લાગણી ફેલાઈ છે.

સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. તેમના નિધનથી હરિધામ શોકમાં સરી પડ્યું છે.સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષર નિવાસી થયા હોવાનું સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજીની ઘણા વખતથી તબિયત નાદુરસ્ત રહેતી હતી.તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સંતો દ્વારા તેમનું રૂટિન ચેકઅપ પણ કરાવવામાં આવતું હતું. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડૉક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો.

સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યા છે.યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયના દર્શન કરાવ્યા. તેઓની આધ્યાત્મિક્તાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. તેઓની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હૃદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે-ગુરુહરિચરણે અંતરની પ્રાર્થના.

31 જુલાઈ સુધી થશે અંતિમ દર્શન હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન માટે 27 જુલાઈથી 31 જુલાઈ સુધી હરિધામ સોખડા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. વિવિધ પ્રદેશ પ્રમાણે સંતો, મહાનુભાવો અને મુકતો દર્શન કરી શકશે. 1 ઓગસ્ટ ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Hariprasad Swamiji

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">