Vadodara : સાયબર સેલે મધ્યપ્રદેશમાં ગુનો આચરી પોતાને મૃત જાહેર કરનારા આરોપીનો ભેદ ઉકેલ્યો, ઈન્દોર એનસીબીને જાણ કરી

|

May 05, 2022 | 8:43 PM

વડોદરા(Vadodara) સાયબર ક્રાઇમ સેલના ACP હાર્દિક માંકડીયાને અભિષેક આઝાદ જૈન અંગે માહિતી મળી કે અભિષેક આઝાદ જૈનને મધ્યપ્રદેશ માં નશીલા પદાર્થના કેસમાં 12 વર્ષની સજા થયેલ છે અને પેરોલ પર છૂટી તે વડોદરા માં છુપાઈ ને રહે છે.

Vadodara : સાયબર સેલે મધ્યપ્રદેશમાં ગુનો આચરી પોતાને મૃત જાહેર કરનારા આરોપીનો ભેદ ઉકેલ્યો, ઈન્દોર એનસીબીને જાણ કરી
vadodara ATS Narcotics Accused

Follow us on

વડોદરા(Vadodara)    સાયબર સેલ (Cyber Cell ) દ્વારા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નારકોટિક્સના(Narcotics)  ગુનામાં 12 વર્ષની સજાના આરોપીએ પોતાના મૃત જાહેર કરી બોગસ સર્ટિફિકેટ બનાવી વડોદરામા છુપાયો હતો. જેમાં મોબાઈલ ચોરી તથા બેન્ક ફ્રોડ કેસની તપાસ કરી રહેલ વડોદરા સાયબર ક્રાઇમ સેલની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. મધ્યપ્રદેશના અલી રાજપુરના અભિષેક આઝાદ જૈનની સાયબર ક્રાઇમ સેલે અટકાયત કરી ઇન્દોર NCBને જાણ કરી છે.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા થોડા સમય પૂર્વે મોબાઈલ ચોરી તથા બેન્ક ફ્રોડ કેસની તપાસમાં આરોપીઓ ના મોબાઇલ કબ્જે કર્યા હતા. આ કબ્જે કરાયેલ એક શકમંદના મોબાઈલમાં એક ડેથ સર્ટિફિકેટ મળી આવ્યું હતું. જેમાં અભિષેક આઝાદ જૈન નામના ઈસમનું હતું. મોબાઈલના માલિક શકમંદને બોલાવી તેની પૂછપરછ કરવામાં આવી રહી હતી.

જેલના જીવનથી બચવા બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની કબૂલાત

આ દરમ્યાન વડોદરા સાયબર ક્રાઇમ સેલના ACP હાર્દિક માંકડીયાને અભિષેક આઝાદ જૈન અંગે માહિતી મળી કે અભિષેક આઝાદ જૈનને મધ્યપ્રદેશ માં નશીલા પદાર્થના કેસમાં 12 વર્ષની સજા થયેલ છે અને પેરોલ પર છૂટી તે વડોદરા માં છુપાઈ ને રહે છે.તેમજ મળેલી બાતમી બાદ અભિષેક જૈન વિશે ICJS પોર્ટલ પર તપાસ કરતા માદક પદાર્થના કેસ અને 12 વર્ષની સજાનો રેકોર્ડ મળી આવ્યો હતો. વડોદરા સાયબર ક્રાઇમ સેલ દ્વારા તેની વધુ પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેને જેલના જીવનથી બચવા બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હોવાની કબૂલાત કરી હતી. વડોદરા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઇન્દોર NCBને જાણ કરી છે.

આરોપીના મોબાઈલમાં ડેથ સર્ટિફિકેટ હોવાથી પ્રથમ શંકા જાગી હતી

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હોવાથી આ અંગે વધું તપાસ હવે મધ્યપ્રદેશ પોલીસ કરશે. આ અંગે એસીપી હાર્દિક માંકડીયાએ જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં ડેથ સર્ટિફિકેટ હોવાથી પ્રથમ શંકા જાગી હતી અને એ શંકાના આધારે આગળ તપાસ કરતા તથા બાતમીદારની ચોક્કસ બાતમી ને આધારે આ ઘટસ્ફોટ કરી શકાયો છે. હવે કાનૂની રીતે આગળની કાર્યવાહી મધ્ય પ્રદેશ પોલીસ અને કોર્ટ કરી શકે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કાનૂની નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કેસમાં બેવડી કાનૂની કાર્યવાહી શક્ય બને છે. એક બોગસ દસ્તાવેજ બનાવવા અને બીજી, માદક પદાર્થના કેસમાં જેલ થી બચવા બોગસ ડેથ સર્ટિફિકેટ દ્વારા કોર્ટ અને જેલ ઓથોરિટી ને ગેરમાર્ગે દોરવાનો કેસ, પેરોલ પર છૂટી ને આ કૃત્ય કર્યું હોવાથી પેરોલ શરતોના ભંગ અંગે પણ કાર્યવાહી થઈ શકે છે.

Published On - 8:33 pm, Thu, 5 May 22

Next Article