અગ્નિપથ યોજના સેનામાં પ્રવેશ માટેનો મંચ પૂરો પાડે છે : મેજર જનરલ અરવિંદ કપૂર

|

Aug 18, 2022 | 6:50 PM

ગુજરાત(Gujarat) અને દાદરા,નગર હવેલી અને દીવના એન.સી.સી.ના અધિક મહા નિયામક (એ.ડી.જી.)  કપૂરે આજે વડોદરા ખાતેના એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત સમયે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો

અગ્નિપથ યોજના સેનામાં પ્રવેશ માટેનો મંચ પૂરો પાડે છે : મેજર જનરલ અરવિંદ કપૂર
Gujarat NCC Major General Arvind Kapoor Visit Vadodara

Follow us on

ગુજરાત (Gujarat)  એન.સી.સી.ના એડીજી એ વડોદરા(Vadodara) ખાતેના એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત પ્રસંગે માધ્યમો સાથે સંવાદ કર્યો છે. ગુજરાત એન.સી.સી.ના વડા મેજર જનરલ અરવિંદ કપૂરે સેના પ્રવેશની નવી અગ્નિપથ યોજનાને  (Agneepath) આવકારતા જણાવ્યું કે આ યોજના સેનામાં પ્રવેશ માટેનો મંચ પૂરો પાડે છે.

ગુજરાત અને દાદરા,નગર હવેલી અને દીવના એન.સી.સી.ના અધિક મહા નિયામક (એ.ડી.જી.)  કપૂરે આજે વડોદરા ખાતેના એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત સમયે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી પોતે તેમના વિદ્યાર્થી કાળમાં એન.સી.સી.કેડેટ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ અમારા સૌ થી મોટા પ્રેરણા સ્ત્રોત છે અને રાષ્ટ્રીય સ્તરે અમને તેમના તરફ થી ખૂબ પ્રોત્સાહન અને પીઠબળ મળી રહ્યું છે.અમે એન.સી.સી.દ્વારા ભવિષ્યના નેતૃત્વનું ઘડતર કરીએ છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે એન.સી.સી.સાથે જોડાવા આહવાન કર્યું હતું.

તેમણે વડોદરા ખાતેના એન.સી.સી.ગ્રુપની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે હંમેશા અમારી પ્રવૃત્તિઓ ને ટેકો આપ્યો છે અને ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ છેલ્લા એક વર્ષમાં ખૂબ જ પીઠબળ આપ્યું છે. તેમણે સંકેત આપ્યો કે ગુજરાત સરકારના સહયોગથી જાન્યુઆરીમાં એક મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના માટે તેઓ સુરત અને દાંડીની મુલાકાત પણ લેવાના છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

(With Input, Yunus Gazi, Vadodara) 

Next Article