Vadodara : દરજીપુરા નજીક ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોના મોત, મૃતકોના પરિજનોને 2 લાખની સહાયની PMની જાહેરાત

|

Oct 04, 2022 | 7:04 PM

ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં 4 થી વધુ લોકોના મોત થયા છે.

Vadodara : દરજીપુરા નજીક ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 11 લોકોના મોત, મૃતકોના પરિજનોને 2 લાખની સહાયની PMની જાહેરાત

Follow us on

વડોદરાના (Vadodara) દરજીપૂરા નજીક એક ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે.જેમાં 11 લોકોના મોત થયા છે. ટ્રેલર (Traler) ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. હાલ દરજીપૂરા એરફોર્સની દીવાલમાં ટ્રેલર ઘુસ્યું છે, જેને પગલે ફાયર બ્રિગેડની (Fire Brigade)  મદદ લેવામાં આવી છે.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

દર્શનાર્થીઓ લઈ જઈ રહેલા રીક્ષાને નડ્યો અકસ્માત

થોડા દિવસે અગાઉ આ જ પ્રકારે અકસ્માત સર્જાયો હતો. કચ્છમાં (Kutch) પડાણા નજીક દર્શાનાર્થીને લઈ જઈ રહેલા રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત  થયો હતો. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે વધુ બે દર્શનાર્થીઓએ (devotees) સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જેથી મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો હતો. ઘટનાને પગલે પોલીસનો (kutch police) કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ છકડામાં સવાર લોકો દર્શન માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમને આ અકસ્માત નડ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અકસ્માતની ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને મૃતકોના સ્વજનો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી છે. વડાપ્રધાને મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરી આ જાણકારી આપવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યુ કે “વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં થયેલા 11 લોકોના મોતથી દુ:ખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી તેવી ઈશ્વર પાસે પ્રાર્થના”

વડાપ્રધાને જણાવ્યુ કે દરેક મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે વડોદરામાં મંગળવારે નેશનલ હાઈવે પર એક કંટ્રેનર ટ્રકે છકડાને ટક્કર મારી હતી જેમા 11 લોકોના મોત થયા છે.

Published On - 1:29 pm, Tue, 4 October 22

Next Article