વડોદરાના સાવલીમાં પાણીની ટાંકી તૂટી પડતાં બે શ્રમિક મહિલાના મોત

વડોદરાના સાવલીમાં પાણીની ટાંકી તૂટી પડતાં બે શ્રમિક મહિલાના મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:29 AM

આ ઘટના સાવલીના પરથમપુરા વિટોજ રોડ પરના સામંતપુરાની સીમમાં બની હતી. આ અંગે સાવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરાના(Vadodara)સાવલીના(Savli) પરથમપુરા પાસેના ઈંટોના ભઠ્ઠામાં જમીન પર બનાવેલ પાણીની ટાંકી(Water Tank)અચાનક તૂટી પડી હતી. જેમાં ઈંટોના ભઠ્ઠીમાં મજૂરી અર્થે આવેલ મજૂરો પૈકી ચાર મહિલાઓ દબાઈ હતી. જેમાં પાણીની ટાંકી પાસે કપડાં ધોઈ રહેલી બબલીદેવી, ગીતાદેવી, રુક્મિણીદેવી અને પુરણદેવીને સાવલી ના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.

જો કે બબલીદેવી આશરે ઉંમર વર્ષ 29 અને 57 વર્ષીય ગીતાબેનને ફરજ પરના તબીબએ તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે ની સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટના સાવલીના પરથમપુરા વિટોજ રોડ પરના સામંતપુરાની સીમમાં બની હતી. આ અંગે
સાવલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની જનઆશીર્વાદ યાત્રામાં હર્ષભેર જોડાયું સુરત: શિવાંશ કેસ બાબતે મંત્રીએ કહી આ વાત

આ પણ વાંચો: શિવાંશને તરછોડવાથી લઈને મહેંદીની હત્યા સુધી, જાણો અનૈતિક સંબંધોમાં હત્યાનો સમગ્ર ઘટનાક્રમ

g clip-path="url(#clip0_868_265)">