Vadodara : સ્વીટી પટેલના પુત્રની સોશિયલ મીડીયામાં પોસ્ટ, કહ્યું અમારા નિર્દોષ ભાઈને માતાથી અલગ કરનારને કડક સજા મળે
સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રથમ પતિ દ્વારા થયેલ પુત્ર રિધમની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે . જેમાં તેણે લખ્યું છે કે અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશ ને એની મા થી અલગ કરી દેનારને કડક સજા મળે એ અમારો ધ્યેય
વડોદરા(Vadodara ) માં સ્વીટી પટેલ(Sweety Patel) ની હત્યામાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે તેમજ તેના પતિ અજય દેસાઈની ધરપકડ બાદ સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રથમ પતિ દ્વારા થયેલ પુત્ર રિધમ(Ridham)ની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે . જેમાં તેણે લખ્યું છે કે “”અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશ ને એની મા થી અલગ કરી દેનારને કડક સજા મળે એ અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરીજ રહી છે,છતાં આપ સૌનો સાથ જોઈશે. જેમાં સચ્ચાઈ શોધવામાં અમારી ખૂબ મદદ કરી. હવે એનાથી મોટી મદદની જરૂર છે. અમારા અવાજ ને સાચા લોકો સુધી પહોંચાડનાર ને દિલથી નમન, અમારો અવાજ સંબંધીતો સુધી પહોંચાડવામાં મીડિયાનો ફાળો ખૂબ મોટો રહ્યો.
આ પણ વાંચો :Gold Medal : આંખો હી આંખો મે ઈશારા હો ગયા અને Tokyo Olympicsમાં ગોલ્ડ મેડલ 2 ખેલાડીએ શેર કર્યો