Rathyatra 2022: વડોદરામાં રથયાત્રા માટે સંવેદનશીલ વિસ્તારોમાં DCP અધિકારીઓ સહિતના પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

|

Jun 30, 2022 | 8:52 AM

Rathyatra 2022: વડોદરા (Vadodra)શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રામાં રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

Rathyatra 2022: વડોદરામાં રથયાત્રા માટે સંવેદનશીલ વિસ્તારોમાં  DCP અધિકારીઓ સહિતના પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ
Rathyatra 2022: Foot patrolling of police personnel including DCP officers in sensitive areas for Rathyatra in Vadodara

Follow us on

વડોદરામાં(Vadodara rathyatra) રથયાત્રા નીકળવાની છે ત્યારે આવતીકાલે  વડોદરા રથયાત્રા પર્વને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ(Vadodara police ) તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ તથા એરીયા ડોમીનેશન કરવામાં આવ્યું હતું સાથે જ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ જે તે વિસ્તારના ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઈસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા.

ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા 4 DCP અધિકારી સહિતના પોલીસ જવાનો

વડોદરામાં શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ કામગીરીમાં 4 DCP, 4 ACP, તેમજ 15 PI તથા SRPની 2 કંપની અને CISF-1 કંપની તેમજ 100થી વધુ પોલીસ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. તેમજ રથયાત્રા સઘન પોલીસ બંદબોસ્ત સાથે શાંતિપૂર્ણ માહોમાં પૂર્ણ થાય તેની સમગ્ર વ્યવસ્થા ચકાસવામાં આવી હતી.

Foot patrolling of police personnel including DCP officers in sensitive areas for Rathyatra in Vadodara

 વડોદરા મહાનગર પાલિકા અને  પોલીસ તંત્ર રથયાત્રા માટે સજજ

વડોદરામાં પોલીસ તેમજ મહાનગર પાલિકા દ્વારા રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખાસ તો પ્રસાદ માટે વિશેષ શીરો બનાવાવની તૈયારીઓ પણ થઈ ગઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંપરાગત રીતે  દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેલવે સ્ટેશનથી બપોરે 2:30 કલાકે રથને પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારે શહેરના   પ્રથમ નાગરિક મેયર પહિંદ વિધી કરીને ભગવાનના રથનું પૂજન કરશે.  ગુજરાતમાં  રથયાત્રાના દિવસે વડોદરા શહેર ઉપરાંત, ભાવનગર, ગઢડા, જામનગર, રાજકોટ ધોળકા સહિત અનેક શહેરોમાં નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે. અમદાવાદમાં પણ એસ.જીહાઇવે ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.   

આ પ્રમાણે રહેશે રથયાત્રાનો રૂટ

  • રથયાત્રા બપોરે 2:30 કલાકે રેલવે સ્ટેશનથી પ્રારંભ થશે.
  •  સયાજીબાગ-કાલાઘોડા-સલાટવાડા નાકા-કોઠી ચારરસ્તા-રાવપુરા મુખ્ય માર્ગ થઇ જ્યુબિલીબાગ-પદ્માવતી શોપિંગ સેન્ટર થઇને સુરસાગ અને ત્યાંથી માર્કેટ-લાલકોર્ટ ન્યાયમંદિર થઈને  મદનઝાંપા રોડ થી કેવડાબાગ થઇ પોલોગ્રાઉન્ડ થઇ બરોડા હાઇસ્કુલ પાસે  પહોચશે
  • રથયાત્રા સાંજે 7:વાગ્યે રથયાત્રા સંપન્ન થશે તે દરમિયાન  નગરજનો માટે સાંજે 5:વાગ્યાથી  ઇસ્કોન મંદિર ખાતે  મહાપ્રસાદીનું પણ  આયોજન કરવામાં આવ્યું છે.

 

Next Article