વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએથી લેવામાં આવેલ નમૂનાઓ પૈકી 11 નાપાસ

|

Apr 13, 2022 | 8:33 AM

ફુડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ફેબ્રુઆરી તેમજ માર્ચ મહીના દરમિયાન બીંગુ મંચુરીયન, પામ તેલ, આઇસક્રીમ,પનીર, ફરસાણ, કન્ફેકશનરી, પીઝા ન્સોન્સ, બ્લેક સોલ્ટ વગેરેનાં શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા.

વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએથી લેવામાં આવેલ નમૂનાઓ પૈકી 11 નાપાસ
Out of the samples taken from various places by the health department in Vadodara, 11 samples failed

Follow us on

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) ના આરોગ્ય વિભાગ (health department) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ-2022 દ૨મ્યાન વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોનાં શંકાસ્પદ નમુના (samples) ઓ લેવામાં આવેલ હતા. 11 નમુનાઓ નાપાસ થયેલ છે. જેમાં 1 નમુનો અનસેફ, 4 નમુના સબ સટાન્ડર્ડ, 5 નમુના મીસ બ્રાન્ડેડ તેમજ 1 સબ-સ્ટાન્ડર્ડ/મીસ બ્રાન્ડેડ આવેલ છે. નાપાસ (fail) નમુનાઓ માટે જે તે ફુડ બીઝનેશ ઓપરેટરો સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એડટ-2006 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય શાખાનાં ફુડ સેફટી (Food Safety) ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે વર્ષ 2022નાં ફેબ્રુઆરી તેમજ માર્ચ મહીનાં દરમ્યાન ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ જેવા કે બીંગુ મંચુરીયન, પામ તેલ, આઇસક્રીમ,પનીર, ફરસાણ, કન્ફેકશનરી, પીઝા ન્સોન્સ બ્લેક સોલ્ટ વગેરેનાં શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા હતા.

જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. લેબોરેટરીમાં પૃથ્થકરણ રીપોર્ટ આધારે લેવામાં આવેલ શંકાસ્પદ નમુનાઓમાં ૧ નમુનો અનસેફ, 4 નમુના સબ સ્ટાન્ડર્ડ, 5 નમુના મીસ બ્રાન્ડેડ તેમજ 1-નમુનો સબ-સ્ટાન્ડર્ડ/મીસ-બ્રાન્ડેડ આવેલ હોય કુલ 11 નમુના નાપાસ જાહેર થયેલ છે, જે નાપાસ જાહે૨ થયેલ નમુનાઓ માટે જે તે ફુડ બીઝનેશ ઓપરેટરો સામે આગળની કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોર્પોરેશનના અધિક આરોગ્ય અમલદાર અને ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયું છે કે અનસેફ એટલે કે તેમાં ભેળસેળ છે. અનસેફ નમુના માટે મ્યુનિસિપલ કોર્ટમાં અને મીસ બ્રાન્ડેડ તથા સબ સ્ટાન્ડર્ડ નમુના માટે રેસિડેન્ટ એડિશનલ કલેકટરની કોર્ટમાં કાર્યવાહી થશે.

વડોદરામાં આ અગાઉ ગયા શ્રાવણ માસમાં, રક્ષાબંધન તેમજ ગણેશ ઉત્સવમાં જે ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાં 23 નમૂના નાપાસ થયા હતા. જ્યારે નાતાલ અને મકરસંક્રાંતિ પર્વે લીધેલા નમૂનામાંથી 24 નમૂના નાપાસ થયા હતા. જેમાં મુખવાસ અને ચણાની દાળમાં પણ ભેળસેળ પકડાઈ હતી.

આ પણ વાંચોઃ BHARUCH : ભરૂચ SP ડો. લીના પાટીલે બદલીઓનું વધુ એક વાવાઝોડું ફુક્યું, ક્રાઇમ બ્રાન્ચના 3 PSI સહીત વધુ 11 ની બદલીના આદેશ થયા

આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, જાણો શા માટે 7 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article