Vaghodiya: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દબંગ વાણી, હું કોઈના દબાણ તૂટવા નહીં દઉં, સ્ટેટ વાળા આવે, પોલીસ આવે કે કલેકટર આવે

વાઘોડિયાના જરોદ ગામમાં દબાણ દૂર કરવાની નોટિસની મુદત પૂરી થતાં દબાણકર્તાઓ મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવા ગયા તો તેમણે દબાણકર્તાઓને પક્ષ લઈને કહ્યું કે હવે કોઈની તાકાત નથી કે દબાણો હટાવી શકે

Vaghodiya: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દબંગ વાણી, હું કોઈના દબાણ તૂટવા નહીં દઉં, સ્ટેટ વાળા આવે, પોલીસ આવે કે કલેકટર આવે
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દબાણકર્તાઓને ખાતરી આપી, હું ધારાસભ્ય છું, ધારું તે કરી શકું, કોઈની તાકાત નથી કે દબાણ તોડી શકે
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Feb 05, 2022 | 10:33 PM

પોતાના વાણી અને વર્તનને કારણે હંમેશા ચર્ચામાં  રહેતા  (Vadodara) જિલ્લાના  વાઘોડિયા (Vaghodiya) ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava)   ફરી એક વખત ઉગ્ર વાણી ને કારણે ચર્ચામાં આવ્યા છે.જેમાં  વાઘોડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે તેનાથી ચિંતિત બનેલા વાઘોડિયાના જરોદ ગામના કેટલાક વેપારીઓ મધુ શ્રીવાસ્તવ પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવે પોતાની આગવી સ્ટાઈલથી વેપારીઓને આશ્વાસન આપતા પોતે કેટલા તાકતવર ધારાસભ્ય છે તે દર્શાવવાની કોશિશ કરી હતી .સાથેજ પોતાના વિરોધીઓને પણ નિશાન બનાવ્યાં હતા.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા ટ્રાફિક ને નડતર રૂપ દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરી છે,વાઘોડિયા પછી જરોદમાં દબાણ હટાવ ઝુંબેશ ના ભાગરૂપે તંત્ર દ્વારા દબાણ કર્તાઓ ને નોટિસ આપી દિન 7 માં દબાણો હટાવવા નહીં તો કાર્યવાહી નો સામનો કરવા ચીમકી ઉચ્ચારી હતી,જેનાથી ચિંતિત જરોદના વેપારીઓ એ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ને તેઓની વ્યથા સાંભળવા બોલાવ્યા હતા,લારી ગલ્લા વાળા તથા અન્ય નાના વેપારીઓ દ્વારા રજુઆત બાદ પોતાના સંબોધન દરમ્યાન ઓરીજીનલ મૂડમાં આવી ગયેલા મધુ શ્રીવાસ્તવે પોતે “દબંગ રોબિન હુડ” હોવાની પ્રતીતિ જરોદના વેપારીઓને કરાવી હતી.

મધુ શ્રીવાસ્તવે વેપારીઓ ને શાંત પાડતા પોતાની આગવી છટામાં જણાવ્યું હતું કે “હું કોઈ મુરદાલ માણસ નથી, ધારાસભ્ય છું,,ધારાસભ્ય ધારે એજ કરી શકે..”અહીં તેઓએ પોતાની સ્ટાઇલ માં હાથ થી તાબોટ પાડી ..એ વિશેષ જાતિ ના પોતે નહીં હોવાનું જણાવ્યું હતું.”તમારા દ્વારા તમારા સાથ સહકાર થી તમારા આશિર્વાદ થી હું ધારાસભ્ય બન્યો ત્યારે મારુ કર્તવ્ય નિભાવવા આવ્યો છું.જરોદના વેપારીઓ ધંધાર્થીઓ પર મુસીબત આવી પડી છે ત્યારે સાથ સહકાર આપવા આવ્યો છું,હું કોઈનું તૂટવા નહીં દઉં એ ખાત્રી આપવા આવ્યો છું” તેવું કહી મધુ શ્રીવાસ્તવે એક તરફ કોઈના દબાણ નહીં તૂટવા દેવાની ખાત્રી આપી તો બીજી તરફ જરોદના વેપારીઓને માણસાઈ દર્શાવી દબાણ નહીં કરી માર્ગ ખુલ્લા રાખવા અપીલ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પોતે કર્તવ્ય પરાયણ હોવાનો પોતેજ પુરાવો આપ્યા બાદ પોતે સૌથી વધુ ઈમાનદાર ધારાસભ્ય હોવાની સાબિતી આપતા પોતાના વિરોધીઓને નિશાન બનાવી મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ધારેલા કામ કરી શકે એને ધારાસભ્ય કહેવાય, મેં કોઈ ની પાસે થી કોઈ પૈસો નથી લીધો,કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો,કોઈ ટકાવારી નથી લીધી એટલે હું 6 વખત ચૂંટણી જીત્યો છું,લોકોના સુખ દુઃખ માં ભાગીદાર બન્યો છું,આજકાલ નો આવેલો કોઈ કહે કે હું ટીકીટ લઈ આવીશ એ શક્ય નથી,જે કોઈ પાર્ટી ની સાથે ચાલ્યા હોય,પાર્ટી ના વફાદાર હોય,પાર્ટી માટે બલિદાન આપ્યું હોય તેને પાર્ટી સ્વીકારે છે.

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ ના રાજકીય વિરોધીઓ લાંબા.સમય થી મધુ શ્રીવાસ્તવ નું રાજકીય અસ્તિત્વ નામશેષ કરવા પ્રયત્નશીલ છે,અને આગામી વિધાનસભ ની ચૂંટણી માટે ભાજપનું એક ચોક્કસ જુથ કોંગ્રેસના એક અગ્રણી નેતા ને ભાજપ પ્રવેશ કરાવી તેઓને ટિકિટ અપાવવા પ્રયત્નશીલ બન્યા છે તેવા વિરોધીઓ તરફ આડકતરી રીતે ઈશારો કરવા મધુ શ્રીવાસ્તવે જરોદની ભૂમિ નો ઉપયોગ કર્યો હતો.

વેપારીઓને આશ્વાસન આપતા આપતા મધુ શ્રીવાસ્તવે પોતાની તાકાત સામે પોલીસ કે અધિકારીઓ નબળા હોવાની શેખી મારી દીધી.. મધુએ જણાવ્યું કે ધારેલા કામ કરી શકે એને ધારાસભ્ય કહેવાય, હુ ધારાસભ્ય છુ ત્યાં સુઘી ખાત્રી આપુ છુ કે તુટવા હુ નહિ દઊ. પછી ભલે સ્ટેટ વાળા આવે, તાલુકા વાળા આવે કે પછી પોલીસવાળા આવે મે કહિ દિધુ કે હુ આવુ છુ.એટલે તુટવા નહિ દઊ, વાત પતી ગઈ. . પછી ચાહે કલેક્ટર આવે તો કલેકટરની પણ તાકાત નથી.

વાઘોડિયા ને નગરપાલિકા નો દરજ્જો મળે તેં પૂર્વે વાઘોડિયા ના વિકાસ માં અડચણ રૂપ અને ટ્રાફિક ની સમસ્યા સર્જતાં દબાણો દૂર કરવા માટે સક્રિય થયેલા અધિકારીઓ અને તંત્રને પડકારતા હોય તેવા મધુ શ્રીવાસ્તવ ના શબ્દો થી ડરી જઇ તંત્ર પોતાની કામગીરી પડતી મૂકે છે કે પછી મધુ ના વિરોધીઓના પ્રેશર થી અધિકારીઓ ઝુંબેશ ને વધુ વેગવંતી બનાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Vadodara: સાવલી કોર્ટે ગૌવંશના 5 આરોપીના જામીન નામંજૂર કર્યા, ખોટી રીતે દાખલો આપનાર સરપંચ સામે કાર્યવાહી થશે

આ પણ વાંચોઃ Vadodara: ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ તૈયાર પણ મૃતદેહને લઈ જવા પડે છે અન્ય હોસ્પિટલ, જાણો હોસ્પિટલને કેમ કરવુ પડે છે આવુ

Latest News Updates

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
g clip-path="url(#clip0_868_265)">