Vadodara: વાસણા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત, ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા

|

Sep 30, 2022 | 10:49 AM

ગેસ સિલિન્ડર ફાટતા વાસણા વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. તો ગેસ સિલિન્ડર (gas cylinder) ફાટતાં આગ લાગવાથી ઘરના 4 લોકો દાઝી ગયા છે. સિલિન્ડર વિસ્ફોટથી મકાનની દિવાલો પણ તૂટી ગઈ છે.

Vadodara: વાસણા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બે લોકોનાં મોત, ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા
વડોદરામાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના

Follow us on

વડોદરામાં (Vadodara) વાસણા વિસ્તારના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં (Gas cylinder blast) બે લોકોનાં મોત થયા છે. ગેસ સિલિન્ડર ફાટતા વાસણા વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. તો ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાથી ઘરના 4 લોકો દાઝી ગયા છે. સિલિન્ડર વિસ્ફોટથી મકાનની દિવાલો પણ તૂટી ગઈ છે. ત્યારે બ્લાસ્ટ કયા કારણથી થયુ તે જાણવા માટે પોલીસે FSLની મદદથી તપાસ શરુ કરી છે.

બ્લાસ્ટની ઘટનામાં બે મહિલાના થયા મોત

વડાદરાના વાસણા વિસ્તારમાં આવેલા દેવનગરમાં સવારે 8 કલાકે અચાનક જ એક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્સાસ્ટ થતા જ સમગ્ર સોસાયટીના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બ્લાસ્ટના કારણે સમગ્ર સોસાયટીમાં કંપન અનુભવાયુ હતુ. જે મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો તે મકાનને તો નુકસાન થયુ જ છે. સાથે અન્ય પાંચ ઘરોને પણ બ્લાસ્ટના કારણે અસર થઇ છે. ઘટનામાં બે મહિલાઓના મોત થયા હોવાના સમાચાર છે. તો અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બ્લાસ્ટનું કારણ જાણવા તપાસ થઇ શરુ

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રે ગેસ લીકેજ હોય અને સવારે ઘરની લાઇટની સ્વિચ પાડવામાં આવી હોય તેના કારણે અથવા તો અન્ય કોઇ કારણથી સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. સવારે બ્લાસ્ટ થવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો પોલીસ દ્વારા FSLની મદદથી આ સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

(વીથ ઇનપુટ- યુનુસ ગાઝી, વડોદરા)

Published On - 10:01 am, Fri, 30 September 22

Next Article