Vadodara: વરરાજા વિના જ કન્યાએ કર્યા લગ્ન, જાણો કોણ છે આત્મ વિવાહ કરનારી ભારતની પ્રથમ મહિલા

|

Jun 09, 2022 | 6:51 PM

વડોદરાની (Vadodara)ની યુવતી ક્ષમા બિંદુ ઘણા દિવસથી આત્મ વિવાહ એટલે કે પોતાની સાથે લગ્ન કરવાની છે તે વાતને લઇને વિવાદ થઇ રહ્યા હતા. અનેક વિવાદો વચ્ચે નક્કી કરેલી તારીખ કરતા બે દિવસ અગાઉ આત્મ વિવાહ કર્યા છે.

Vadodara: વરરાજા વિના જ કન્યાએ કર્યા લગ્ન, જાણો કોણ છે આત્મ વિવાહ કરનારી ભારતની પ્રથમ મહિલા
Kshama Bindu - Vadodara

Follow us on

ન પંડિત, ન વરરાજા, ન જાન, ન જાનૈયા, આ બધા વગર એક યુવતીએ લગ્ન કર્યા છે. સાંભળીને થોડી નવાઇ લાગશે પણ આ વાત સાચી છે. દુલ્હન બનેલી વડોદરાની (Vadodara) યુવતીએ કોઈ યુવક સાથે નહીં પણ પોતાની જાત સાથે જ વિવાહ કર્યા છે. પોતાની જાત સાથે જ લગ્ન કરનાર વડોદરાની આ યુવતીનું નામ છે ક્ષમા બિંદુ (Kshma Bindu). છેલ્લા કેટલાક દિવસથી આત્મ વિવાહ કરવાના સમાચારને લઈ ચર્ચામાં રહેનાર ક્ષમાએ અંતે હવે ‘આત્મ વિવાહ’ કરી લીધા છે. ‘આત્મ વિવાહ’ કરવાની જાહેરાત કર્યા બાદ વિવાદોમાં આવેલી ક્ષમા આમ તો 11 જૂને લગ્ન કરવાની હતી. જોકે અગમ્ય કારણોસર તેણે વહેલા, એટલે કે 8મી જૂને ગુપ્ત રીતે લગ્ન કરી લીધા.

વડોદરાની યુવતી ક્ષમા બિંદુ ઘણા દિવસથી આત્મ વિવાહ એટલે કે પોતાની સાથે લગ્ન કરવાની છે તે વાતને લઇને વિવાદ થઇ રહ્યા હતા. અનેક વિવાદો વચ્ચે નક્કી કરેલી તારીખ કરતા બે દિવસ અગાઉ આત્મ વિવાહ કર્યા છે. ક્ષમાએ આખરે કેવી રીતે લગ્ન કર્યા તેના સવાલનો જવાબ તેણે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો હતો. તેને પૂછવામાં આવતા ક્ષમાએ કહ્યું કે, તેની જાહેરાત બાદ વિવાદ વધતા પંડિત આ લગ્ન કરાવવા તૈયાર ન હતા. જે જગ્યાએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તે જગ્યાના સંચાલકે પણ ત્યાં લગ્ન કરવા દેવાની ના પાડી દીધી. જેથી તેણે વહેલા લગ્ન કરી લીધા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મિત્રોની હાજરીમાં જ પ્રભુતામાં પગલા પાડ્યા

ક્ષમાએ જણાવ્યુ કે, આ બધા કારણોસર 11 જૂનના બદલે 8 જૂને પોતાના જ ઘરમાં કેટલાક મિત્રોની હાજરીમાં તેણે પ્રભુતામાં પગલા પાડી દીધા. તેણે પોતાની જાતે વરમાળા પહેરી, જાતે સિંદૂર પૂર્યું, જાતે ફેરા ફર્યા અને સપ્તપદીના સાત વચન પણ પોતાની જાતને આપ્યા.

આત્મ વિવાહનો વિચાર આ રીતે આવ્યો

સવાલ એ પણ થાય કે ક્ષમાએ કેમ આત્મ વિવાહ કરવાનો વિચાર કર્યો હશે. ત્યારે ક્ષમાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે, બાળપણથી જ તે ઘર, સમાજ અને તેની આસપાસ છોકરા-છોકરીઓ વચ્ચેના ભેદભાવ જોતી આવી છે. ત્યારે હવે પોતાની સાથે પણ આવો ભેદભાવ ન થાય એટલા માટે તેણે આત્મ વિવાહ કર્યા છે.

લગ્ન કર્યા બાદ ક્ષમા ખુશ છે

અનેક વિવાદો બાદ પોતાની જાત સાથે જ લગ્ન કર્યા બાદ ક્ષમાએ જણાવ્યુ કે આત્મ વિવાહ બાદ હું ખુબ ખુશ છુ. દુલ્હન બનવાનું મારુ સ્વપ્ન પૂર્ણ થયુ છે અને જેથી હું ખુબ જ ખુશી અનુભવી રહી છુ.

Next Article