Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ચૂંટણી તંત્ર દ્વારા એક માસ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન

|

Aug 12, 2022 | 4:36 PM

વડોદરાના (Vadodara) નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01. 10. 2022 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat Assembly Election 2022 : આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ચૂંટણી તંત્ર દ્વારા એક માસ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન
Gujarat Matdar Yatra Sudharna Programme

Follow us on

Gujarat Assembly Election 2022 : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં ખાસ કરીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવાની સાથે મતદાન મથકો પણ નિયત કરી દેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.01. 10. 2022 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.12.08.2022 થી તા.11.09.2022 સુધી યોજાનાર છે.

હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.21 /08/2022 (રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022 (રવિવાર) તથા તા.11/09/2022 (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસો યોજવા નક્કી થયું છે.આ દિવસો અંગે સ્વીપ પ્રવૃત્તિઓ દ્વારા વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરવાનો હોય છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા.21/08 /2022 (રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022 (રવિવાર) તથા તા.11.09.2022 (રવિવાર) ના રોજ વડોદરા શહેર વિસ્તારના 1267 અને ગ્રામ્ય વિસ્તારના 1322 સહિત કુલ 2589 તમામ મતદાન મથકો ખાતે સવારના 10 કલાકથી સાંજના ૫ કલાક સુધી ખાસ ઝુંબેશ હેઠળ નિયત અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા, કોઇપણ પ્રકારના સુધારા કરવા, આધાર લિંક, હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે.

ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સમાધાન મેળવી શકાશે

ચૂંટણીપંચ દ્વારા એનએસવીપી વેબસાઇટ, વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન, ગરૂડા એપ્લીકેશન, વોટર પોર્ટલ વેબસાઇટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મના ઉપયોગથી મતદાર તરીકે નોંધણી કરી શકાય છે, તાજેતરમાં થયેલ નવા સુધારા મુજબ પ્રથમ વખત મતદાર તરીકે ચૂંટણી ઓળખકાર્ડ મેળવવા માટે ફોર્મ – 6 ભરીને તથા મતદાન ઓળખકાર્ડમાં કોઇપણ પ્રકારના સુધારા કરવા માટે ફોર્મ -8 ભરીને મતદાર નોંધણી કરી શકાશે. દિવ્યાંગ ભાઇ બહેનો માટે ચૂંટણી પંચ દ્વારા પીડબલ્યુડી એપ વિકસાવવામાં આવી છે. જેના ઉપયોગથી મતદાર તરીકે નોંધણી, ફ્લેગીંગ, બુથ અંગેની જાણકારી જેવી સુવિધા ઘરે બેઠાં મેળવી શકાય છે. તેમ છતાં કોઇ પ્રશ્ન હોય તો તે અંગે ટેલીફોનિક ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સમાધાન મેળવી શકાશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બન્ને અધિકારીશ્રીએ ઉમેર્યું કે, વડોદરા જિલ્લાના હાલમાં કુલ મતદારો 25,73,426 છે. જે પૈકી મહિલા મતદારો 12,55,437 પુરુષ મતદારો- 13,17, 763 તથા અન્ય 226 છે. આગામી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત તા.01.10.2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનાર નવા મતદારો નોંધણી કરે એ માટે કેમ્પસ એમ્બેસેડર્સ દ્વારા સ્વીપ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જાહેર સ્થળોએ મતદાર જાગૃતિ અંગેના પોસ્ટર/બેનર્સ/ હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર જિલ્લાના તમામ નાગરિકોને આ તકનો લાભ લેવા ખાસ અનુરોધ કરતા તેમણે કહ્યું કે, લોકશાહીના મહાન પર્વમાં ભાગ લઇ શકો અને આ તક આપના ઘર આંગણે ઉપલબ્ધ થવાની છે. જેથી લાયકાત ધરાવતી તમામ વ્યક્તિઓ આ પ્રક્રિયામાં સહભાગી બનીને પોતાનું નામ નોંધાવી, ચકાસણી કરી, મતાધિકાર સુરક્ષિત કરે તે જરૂરી છે

Next Article