Vadodara: રેલવેની ભરતી પરીક્ષામાં ફિંગર પ્રિન્ટની હેરાફેરી ! અંગુઠા પર સેનીટાઇઝર લગાવતા થયો કૌભાંડનો પર્દાફાશ, જાણો શું છે સમગ્ર મામલો

|

Aug 24, 2022 | 12:29 PM

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (Railway Recruitment Board) દ્વારા મંગળવારે ખલાસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેની જવાબદારી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝને આપવામાં આવી હતી.

Vadodara: રેલવેની ભરતી પરીક્ષામાં ફિંગર પ્રિન્ટની હેરાફેરી ! અંગુઠા પર સેનીટાઇઝર લગાવતા થયો કૌભાંડનો પર્દાફાશ, જાણો શું છે સમગ્ર મામલો
Fingure Print Scam busted In Vadodara

Follow us on

વડોદરામાં (Vadodara) રેલવેની ભરતી પરીક્ષામાં (Railway Recruitment Exam) ફિંગર પ્રિન્ટની હેરાફેરીના કૌંભાડનો પર્દાફાશ થયો છે. ભરતી પરીક્ષામાં અસલી ઉમેદવારના અંગુઠાની ચામડી પોતાના અંગુઠે લગાવીને પરીક્ષા આપવા આવેલો બોગસ ઉમેદવાર ઝડપાઈ ગયો છે. આ મામલે પોલીસે મૂળ બિહારના બે ઉમેદવારની ધરપકડ કરી છે. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં રેલવે રિક્રૂમેન્ટ લેવલ-1ની પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની ચામડી પોતાના અંગુઠે લગાવી આવેલો ઉમેદવાર ફિંગર પ્રિન્ટ વેરિફિકેશનમાં (Finger print verification) ઝડપાઈ ગયો હતો. બોગસ ઉમેદવાર ઝડપાતા પોલીસ, રેલવે અધિકારી અને ટીસીએસ કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

ત્રણ વાર વેરિફિકેશન બાદ પણ ફિંગર પ્રિન્ટ ન આવી

આખરે આ કૌભાંડનો કેવી રીતે પર્દાફાશ થયો તેના પર નજર કરીએ તો પરીક્ષા પારદર્શીતા જાળવવા માટે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ આ હાઇટેક ટેકનોલોજીને પણ કેવી રીતે ક્રોસ કરી દેવી તેનો કિમીયો કેટલાક ભેજાભાજો દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મંગળવારે ખલાસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેની જવાબદારી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝને આપવામાં આવી હતી. જે બે ઉમેદવારો આવ્યા હતા, તે બે પૈકીનો રાજ્યગુરુ ગુપ્તા જે ડમી ઉમેદવાર હતો, તેનું વેરીફીકેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારે બોગસ ઉમેદવારનું ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન થયું ન હતું. 30 મિનિટ બાદ ફરી 2 વાર વેરિફિકેશન બાદ પણ ત્રીજીવાર વેરિફિકેશન ન થયું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આરોપીઓએ કરી ગુનાની કબુલાત

દરમિયાન ઉમેદવાર પેન્ટના ખિસ્સામાં હાથ નાખી કાંઈક છુપાવતો નજરે પડ્યો હતો. શંકાના આધારે ડાબા હાથના અંગુઠા પર સેનેટાઈઝર લગાવતા જ અંગુઠા પરની નકલી ચામડી નીકળી ગઈ હતી. જે પછી પરીક્ષા લેનાર અધિકારીઓ અને નિરીક્ષકો ચોંકી ઉઠ્યા હતા. તાત્કાલિક આ મામલે ઉમેદવારની પુછપરછ કરતા તેણે કબુલાત કરી લીધી હતી. તેણે અન્ય ઉમેદવારના નામે બોગસ રીતે પરીક્ષા આપવા આવ્યો હોવાનું સ્વીકાર્યુ હતુ. તેને આધારે લક્ષ્મીપુરા પોલીસ મથકે ટાટા કન્સલ્ટન્સી સર્વિસના ઓપરેશન એક્ઝિક્યુટીવ જસ્મીન ગજ્જર દ્વારા ફરિયાદ નોંધાવામાં આવી છે.

લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ

આ સમગ્ર મામલે જે મુખ્ય ઉમેદવાર છે કે જેના નામથી પરીક્ષા આપવામાં આવી હતી તે મનીષ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને બિહારના તારાપુરના રહેવાસી છે. તેઓએ કઇ રીતે સમગ્ર કારસ્તાન આચર્યુ હતુ તે અંગે ટાટા કન્સલ્ટન્સી સર્વિસના અધિકારીઓએ પુછપરછ કરી હતી. તેમાં તેમની કબુલાતના આધારે વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

લક્ષ્મીપુરા પોલીસે બંનેની પુછપરછમાં સામે આવ્યુ કે, એક મીડિયેટર દ્વારા જે મુખ્ય પરીક્ષાર્થી મનીષ કુમાર છે, તેની મુલાકાતરાજ્યગુરુ ગુપ્તા સાથે કરવામાં આવી હતી. રેલવે ભરતીની પરીક્ષા હોય કે અન્ય કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં આમ બોગસ રીતે અન્ય ઉમેદવારો પાસ કરાવવા માટેનું આ અનોખી રીતનું કૌભાંડ સામે આવ્યુ છે. આ પ્રકારની અન્ય કોઇ ઉમેદવારોએ પરીક્ષા આપી છે કે કેમ તે સમગ્ર મામલે રેલવે બોર્ડ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે.

Next Article