Omicron sub variant : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ની એન્ટ્રી, તેલંગાણા બાદ વડોદરામાં નોંધાયો બીજો કેસ

|

May 24, 2022 | 1:09 PM

વડોદરામાં ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.5નો પ્રથમ કેસ નોંધાયો છે. રવિવારે તેલંગાણામાં પ્રથમ કેસની પુષ્ટિ થયા બાદ દેશમાં આ બીજો કેસ નોંધાયો છે.

Omicron sub variant : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ની એન્ટ્રી, તેલંગાણા બાદ વડોદરામાં નોંધાયો બીજો કેસ
omicron Sub variant BA.5 (Symbolic Image)

Follow us on

દેશભરમાં 2 વર્ષના કોરોનાકાળમાં (Corona Period) અનેક પ્રતિબંધોનો સામનો કર્યા બાદ આખરે કોરોના કેસ (Corona case) ઓછા થતા લોકોને માંડ રાહત મળી હતી. ગુજરાતમાં (Gujarat) પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. જેના પગલે લોકો રાહતથી ઘર બહાર નીકળી શકતા હતા. જો કે આ રાહત વચ્ચે વધુ એક આફતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આખરે કોરોના ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાથી વડોદરા (Vadodara) આવેલા યુવકમાં ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.5 મળી આવ્યો છે.

ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ની પુષ્ટિ

ગુજરાતવાસીઓએ ફરીથી માસ્ક સહિતના કોરોના ગાઇડલાઇનનું (Corona’s guideline) પાલન કરવા તૈયારી રહેવુ પડશે, કારણકે વડોદરામાં ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ BA.5નો પ્રથમ કેસ નોંધાયો છે. રવિવારે તેલંગાણામાં પ્રથમ કેસની પુષ્ટિ થયા બાદ દેશમાં આ બીજો કેસ નોંધાયો છે. વડોદરાના દર્દીમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5ની પુષ્ટિ થઇ ગઇ છે.

યુવકના માતા-પિતાનો રિપોર્ટ નેગેટિવ

દક્ષિણ આફ્રિકામાં રહેતો 29 વર્ષનો યુવક માતા-પિતાને મળવા 28 એપ્રિલે વડોદરા આવ્યો હતો. આ યુવકનો 1 મેએ વડોદરાની ખાનગી લેબમાં કરાવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.. જેથી દર્દીના નમૂના હરિયાણામાં ભારતીય જૈવિક ડેટા કેન્દ્રને મોકલાયા હતા. જ્યાં નમૂનાની તપાસ થયા બાદ ગઈકાલે રાત્રે પુષ્ટિ કરાઈ છે કે- દર્દી ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.5થી સંક્રમિત હતો. જ્યારે દર્દીના માતા-પિતા અને અન્ય સંપર્કમાં આવેલા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

યુવક સાઉથ આફ્રિકા પરત ફર્યો

જો કે મીડિયા રિપોર્ટસ પાસેથી એ પણ માહિતી મળી રહી છે કે 1 મેના રોજ આ યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને 9 મે સુધી આઇસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ 9 મેના રોજ નેગેટિવ આવી ગયો હતો. જે પછી તે સાઉથ આફ્રિકા પરત ફર્યો હતો. જો કે આ વચ્ચે રાહતના સમાચાર એ રહ્યા કે આ યુવકના માતા-પિતાનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે.

મહત્વનું છે કે WHOએ ઓમિક્રોનના BA.4 અને BA.5 સબવેરિઅન્ટને ચિંતાજનક ગણાવ્યા છે. ત્યારે ગુજરાતમાં આ વેરિઅન્ટ વધુ ન ફેલાય તે માટે સાવચેતી જરૂરી છે.

Next Article