વડોદરામાં બાંધકામનો ધમધમાટ, સ્ટેમ્પ ડ્યુટી પેટે રાજ્ય સરકારને રૂ. 613 કરોડ અને નોંધણી ફી રૂપે રૂ. 116 કરોડની આવક

વડોદરામાં નવા નોંધાતા દસ્તાવેજો એ વાતની સાખ પૂરે છે. ગત્ત જાન્યુઆરીમાં વડોદરામાં ૮૫૬૮ દસ્તાવેજો નોંધાયા હતા. તે બાદ ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી અનુક્રમે જોઇએ તો ૮૯૪૫, ૧૦૮૭૯, ૬૩૧૬,૫૩૨૩, ૮૪૨૧, ૯૭૯૩, ૯૧૮૨, ૯૭૨૨ અને ૧૦૯૨૧ દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થઇ હતી.

વડોદરામાં બાંધકામનો ધમધમાટ, સ્ટેમ્પ ડ્યુટી પેટે રાજ્ય સરકારને રૂ. 613 કરોડ અને નોંધણી ફી રૂપે રૂ. 116 કરોડની આવક
ફાઇલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:45 PM

કોરોનાકાળની વિઘાતક અસરમાં આવી ગયેલા અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલા બૂસ્ટર ડોઝને પરિણામે કૂલ ઘરેલું ઉત્પાદનનો આંક પાછલા સમયગાળામાં સડસડાટ ઉપર ચઢી ગયો છે. ખાસ કરીને તેમાં મહત્વના પરિબળ સમાન બાંધકામ ક્ષેત્રમાં વડોદરા જેવા શહેરમાં ધમધમાટથી અનેક લોકોને રોજગારીની તકો સાંપડી છે તો બીજી બાજું લેવાલી વધતાની સાથે જ શહેરી વિસ્તારમાં બાંધકામોના અનેક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. એના પરિણામે છેલ્લા દસ માસના સમયગાળા દરમિયાન જ ૮૮૧૩૦ દસ્તાવેજોની નોંધણી થઇ છે. આ બાબત વાયબ્રન્ટ ગુજરાતની સાથે વાયબ્રન્ટ વડોદરાની પ્રતીતિ કરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નિર્ણાયક નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ યોજવા જઇ રહી છે. વૈશ્વિક રોકાણકારોને આકર્ષીને રાજ્યને ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે યુવાનો માટે રોજગારીની તકોના નિર્માણની સમાંતર જીવન ધોરણ ઊંચુ લાવવા પ્રયત્નો થઇ રહ્યા છે. તે બાબતમાં બાંધકામ ક્ષેત્રનું યોગદાન પણ મહત્વનું છે.

વડોદરાની જ વાત કરીએ તો કોરોના વૈશ્વિક મહામારીમાંથી બહાર નીકળતાની સાથે જ નવા આવાસોની લેવાલ સતત ચાલી રહી છે. વડોદરામાં નવા નોંધાતા દસ્તાવેજો એ વાતની સાખ પૂરે છે. ગત્ત જાન્યુઆરીમાં વડોદરામાં ૮૫૬૮ દસ્તાવેજો નોંધાયા હતા. તે બાદ ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી અનુક્રમે જોઇએ તો ૮૯૪૫, ૧૦૮૭૯, ૬૩૧૬,૫૩૨૩, ૮૪૨૧, ૯૭૯૩, ૯૧૮૨, ૯૭૨૨ અને ૧૦૯૨૧ દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં થઇ હતી. આ સમયગાળામાં સૌથી વધુ માર્ચ – ૨૧ માં ૧૦૮૭૯ અને તે બાદ ગત ઓક્ટોબર માસમાં ૧૦૯૨૧ દસ્તાવેજો સૌથી વધુ છે. એટલે કે, આ ગ્રાફ સતત વધી રહ્યો છે, એમ નોંધણી નિરીક્ષક કચેરીના અધીક્ષક શ્રી અજયકુમાર ચરેલે ઉક્ત માહિતી આપતા કહ્યું હતું.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

વડોદરામાં કોઇ કંપનીઓ કે પુરુષોની સાથે મહિલાઓના નામે પણ મોટા પ્રમાણમાં મિલ્કતો નોંધાઇ રહી છે. ગત જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી મહિલાઓના નામે નોંધાયેલી મિલ્કતો (થયેલા દસ્તાવેજો)ની સંખ્યા અનુક્રમે જોઇએ તો ૭૨૭, ૭૮૨, ૧૦૯૭,૬૦૩, ૪૭૯, ૭૭૪, ૯૧૬, ૮૩૧, ૮૬૧, ૧૦૧૦ એવી છે. રાજ્ય સરકાર મહિલાઓના નામે નોંધાતી મિલ્કતોમાં નોંધણી ફીમાં માફી આપે છે. આ દસ માસના સમયગાળામાં રાજ્ય સરકારે રૂ. ૧૫.૧૦ કરોડની નોંધણી ફી માફ કરી છે.

બીજી તરફ જાન્યુઆરીથી ઓક્ટોબર માસ દરમિયાન થયેલા ૮૮૧૩૦ દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યુટી પેટે રાજ્ય સરકારને રૂ. ૬૧૩ કરોડની આવક થઇ છે. એ જ પ્રકારે આ દસ્તાવેજોની નોંધણી ફી રૂપે રૂ. ૧૧૬ કરોડની આવક થઇ છે. આ બન્ને મળી કૂલ રૂ. ૭૨૯ કરોડની આવક રાજ્ય સરકારને થવા પામી છે.

વડોદરા શહેરમાં હાલમાં અકોટા અને એ બાદ બાપોદ, ગોરવા, દંતેશ્વર, વડોદરા-૧, છાણી અને માણેજા વિસ્તારમાં સૌથી વધુ દસ્તાવેજોની નોંધણી થઇ રહી છે. આ વર્ષમાં સૌથી મોટી રકમનો દસ્તાવેજ કરજણ વિસ્તારમાં કંડારી ગામે નોંધાયો છે. ત્યાં ૫૭ હેક્ટરની એક જમીન કંપનીના નામે રૂ. ૯૦ કરોડની કિંમતે વેચાણ થયું છે. એ બાદ વડોદરા શહેરમાં રૂ. ૮૭.૫૦ કરોડ અને અકોટામાં રૂ. ૪૫ કરોડનની સંપત્તિનું વેચાણ થયું છે.

આમ, વાયબ્રન્ટ ગુજરાતની સાથે બાંધકામ ક્ષેત્રમાં વડોદરા પણ વાયબ્રન્ટ બન્યું છે. વડોદરાનું બાંધકામ આસપાસના જિલ્લાના અનેક લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રદાન રહી રહ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">