વડોદરામાં પોલીસ કર્મી સાથે લાફાવાળી, લોકો તમાશો જોતા રહ્યા અને પોલીસ જવાન બચતો રહ્યો, જુઓ VIDEO

|

Aug 11, 2022 | 10:12 AM

પોલીસ જવાન (Police Constable) અને આસપાસના કેટલાક લોકોએ યુવકને અટકાવવાનો પ્રયાસ કર્યો, છતા યુવક અટકવાનું નામ નથી લઈ રહ્યો.

વડોદરામાં પોલીસ કર્મી સાથે લાફાવાળી, લોકો તમાશો જોતા રહ્યા અને પોલીસ જવાન બચતો રહ્યો, જુઓ VIDEO
Vadodara police video goes viral

Follow us on

Vadodara : પ્રજાના રક્ષક સાથે જ પ્રજાએ કર્યું ગેરવર્તન.હાલ સોશિયલ મીડિયા (Social media) પર આજ પ્રકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં પોલીસ જવાન સાથે એક શખ્સ સાથે મારામારી કરતો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ વડોદરાના (vadodara news)  માંજલપુર નાકા પાસે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસ (vadodara police) અને સામાન્ય નાગરિક વચ્ચે છુટાહાથની મારામારી થઈ. પ્રત્યક્ષદર્શીઓના મતે બાઈક પાર્કિંગ કરવાને લઈ બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો. હુમલો કરનારા નાગરિકે પહેલા બેફામ અપશબ્દો બોલવા લાગ્યો. આ સમયે પોલીસ જવાન (Police Constable) અને આસપાસના કેટલાક લોકોએ યુવકને અટકાવવાનો પ્રયાસ કર્યો.છતા યુવક અટકવાનું નામ નથી લઈ રહ્યો.

જુઓ વીડિયો

દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

પરંતુ દાદાગીરી કરતો શખ્સ રોકાવવાને બદલે વધારે આક્રમક બન્યો અને પોલીસ જવાનને જાહેરમાં જ માર મારવા લાગ્યો. આ પોલીસ જવાન સાથે ઝપાઝપી કરનાર શખ્સે તેનો ભાઈ પોલીસમાં(Gujarat Police)  જ મોટા પદ પર હોવાની શેખી પણ મારતો હતો.આ મારામારીની ઘટના આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી. આ વાયરલ થયેલા વીડિયોના આધારે વડોદરા પોલીસે ગેરવર્તન કરનારા શખ્સની તપાસ હાથ ધરી છે.જો કે આ વીડિયો (Viral video) પર યુઝર્સ કોમેન્ટ કરીને સવાલ કરી રહ્યા છે કે ખાખીનો હવે ખૌફ નથી રહ્યું કે શુૃું ?

Published On - 10:12 am, Thu, 11 August 22

Next Article