ગુજરાત સહિત 6 રાજ્યમાં NIAની તપાસ, ISISના ખોરાસન મોડયુલને ખુલ્લુ પાડવા માટે હાથ ધરાયું ઓપરેશન

|

Aug 01, 2022 | 7:26 PM

સોશિયલ મીડિયા (Social Media) એપ્લિકેશન દ્વારા સંપર્ક અલબદ્રીના સંપર્કમાં આવેલા 300 લોકો શંકાના દાયરામાં આવ્યા હતા. આ 300માં ગુજરાતના કેટલાક યુવકો પણ સુરક્ષા એજન્સીઓના રડાર પર આવેલા છે.

ગુજરાત સહિત 6 રાજ્યમાં NIAની તપાસ, ISISના ખોરાસન મોડયુલને ખુલ્લુ પાડવા માટે હાથ ધરાયું ઓપરેશન

Follow us on

રાજ્યમાં NIA અને એટીએસ ATS દ્વારા ગુજરાતના 4 સ્થળો સહિત દેશના 6 રાજ્યોમાં કેમ દરોડા પાડવામાં આવ્યા છે. તે અંગે માહિતી પ્રાપ્ત થઈ છે કે સુરતના અબ્દુલ જલીલ મુલ્લા અને ભરૂચના અમીન પટેલ ISISના હેન્ડલર ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલ બદ્રી સાથે  ટેલિગ્રામ, ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં હતા. આ લોકો સોશિયલ મીડિયા (Social Media) પર સામાન્ય નેટ સર્ફિંગ દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ અલ બદ્રી દ્વારા અરબી સાહિત્યના ઉર્દુ તથા અન્ય ભાષાઓમાં અનુવાદના નામે ISIS સાથે જોડવાની કોશિષ કરી હતી.

ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલબદ્રી ભારતમાં ISISનું નેટવર્ક ફેલાવવા માટે પ્રયત્નશીલ

ગત ઓગસ્ટ માસમાં NIA દ્વારા અલ બદ્રીને પકડવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા (Social Media) એપ્લિકેશન દ્વારા સંપર્ક અલબદ્રીના સંપર્કમાં આવેલા 300 લોકો શંકાના દાયરામાં આવ્યા હતા. આ 300માં ગુજરાતના કેટલાક યુવકો પણ સુરક્ષા એજન્સીઓના રડાર પર આવેલા છે. શંકાના દાયરામાં આવેલા ગુજરાતના ત્રણ લોકો પાસે જેહાદી સાહિત્યનું અનુવાદ કરાવવામાં આવ્યું હોવાની શંકા છે.

અલબદ્રી ISISના મુખપત્ર ‘વોઇસ ઓફ હિન્દ’ના એરેબિક લેખો અને સાહિત્યનું ઉર્દુમાં અનુવાદ કરાવતો હતો અને તેના દ્વારા બનાવવામાં આવેલ ટેલિગ્રામ ગ્રુપ અને ઈન્સ્ટાગ્રામ સાથે ગુજરાતના કેટલાક યુવકો જોડાયેલા હતા. આ તમામ લોકોના મોબાઇલ કોલ લોગ અને ઈન્ટરનેટ હિસ્ટ્રીની ચકાસણી કરવામાં આવશે. અલબદ્રીના મોબાઇલ કોલ અને સોશિયલ મીડિયા હિસ્ટ્રીની ચકાસણીનો સાયબર રિપોર્ટ બાદ NIA દ્વારા સ્થાનિક એજન્સીઓને સાથે રાખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ISISના ખોરાસન મોડ્યુલને ક્રેક ડાઉન કરવા માટે હાથ ધરાયું ઓપરેશન

અફઘાનિસ્તાનમાં અમેરિકાની પીછે હઠ બાદ નવી શાસન વ્યવસ્થા દરમિયાન ISISનું ખોરાસન મોડ્યુલ ખતરનાક છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા ISISના ખોરાસન મોડ્યુલ થકી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ કરાવવાનું ષડ્યંત્ર છે. ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલબદ્રી ISISના ખુરાસન નેટવર્કનો ભારત ખાતેનો મુખ્ય હેન્ડલર 1991માં કર્ણાટકના ભટકલમાં જન્મ્યો છે ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલબદ્રી.

છેલ્લા ત્રણ દિવસના ઓપરેશન દરમિયાન મળી સફળતા

ગુજરાતના ચાર સ્થળો સહિત દેશના વિવિધ છ રાજ્યોમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એ દ્વારા ATS અને STF જેવી રાજ્યની ટોચની સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને સાથે રાખીને છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરેલ ઓપરેશન અંગે અનેક અટકળો થઈ રહી છે અને આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન કેમ હાથ કરવામાં આવ્યુ ? તેની પાછળ કયા કારણો છે ? તે તમામ પ્રશ્નોના જવાબો શોધવામાં TV9ને સફળતા મળી છે.

તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલ અધિકારીઓ પાસેથી મળેલી વિગતો મુજબ આ સમગ્ર ઓપરેશન પાછળ આઇએસઆઇએસના ખોરાસાન મોડ્યુલને ભેદવાનો અને તેને નષ્ટ નષ્ટ કરવાનો ઉદ્દેશ્ય છે, આઇએસઆઇએસ ખુરાસાન મોડ્યુલના ભારત ખાતેના મુખ્ય હેન્ડલર અને જેની ઓગસ્ટ 2021માં ધરપકડ કરવામાં આવી હતી. તે કર્ણાટકના ભટકલના ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અબુ હાજીર અલ બદ્રી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા લોકોની ગતિવિધિઓ ચેક કરવા અને તેઓને અલબદલી દ્વારા શું આદેશ આપવામાં આવ્યો હતો અને તેનો કઈ રીતે શું અમલ કર્યો તે જાણવા માટે એનઆઇઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમાં મહત્વની સફળતા હાથ લાગી છે.

ઉલ્લેખનીય છે કે એનઆઇએ (NIA) અને ગુજરાત એટીએસ(Gujarat ATS) સુરતમાં(Surat) ધામા નાખ્યા છે. જેમાં શહેરના ભાગા તળાવ વિસ્તાર માંથી દેશ વિરોધી કૃત્ય અને શંકાના આધારે એક વ્યક્તિની અટક કરી છે. જેમાં હાલમાં છેલ્લા ત્રણ ચાર કલાકથી તેની સતત પૂછપરછ અલગ અલગ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં ખુલાસા થાય છે તેમ બીજી ટીમો છે તે તપાસની અંદર જોતરાઇ રહી છે. જેમાં ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. આજે સવારે ભાગા તળાવ વિસ્તારમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ સુરત પહોંચી હતી. જેને લઇને શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે એના એ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

Next Article