કૃષિ કાયદાને લઈ ફરી ગુજરાતમાં ટકરાવ ! APMCની આર્થિક કટોકટીને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડે હાથ લીધી

|

Aug 16, 2022 | 8:32 AM

APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

કૃષિ કાયદાને લઈ ફરી ગુજરાતમાં ટકરાવ ! APMCની આર્થિક કટોકટીને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડે હાથ લીધી
APMC Vadodara

Follow us on

Vadodara : રાજ્યના વિવિધ APMC આર્થિક કટોકટીનો (Financial Crisis) સામનો કરી રહી છે. માર્કેટ ફીની આવક બંધ થતા APMC કર્મચારીઓના પગાર ચુકવવા પણ સમર્થ નથી,પરિણામે APMCને તાળા મારવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિથી APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી પણ આપી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી

2020માં આવેલા કૃષિ કાયદાને કારણે APMCની માર્કેટ ફી પર અસર થઈ છે.આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે (manhar patel) એક નિવેદન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, નવા કૃષિ કાયદા (New Agricultural Laws)બાદ ભાજપે APMC અને ખેડૂતોને તોડ્યા છે. રાજ્ય સરકારના અધિકૃત આંકડાઓ મુજબ 15 APMC બંધ થઇ છે,પરંતુ ખરી સ્થિતિ એ છે કે હાલ રાજ્યની 80 APMC બંધ હાલતમાં છે.જેને લઈ સરકારે કૃષિ કાયદો રદ કરવો જોઈએ.

Next Article