MP માંથી પકડાયેલી નશીલી દવાઓનો રેલો અમદાવાદ – ગાંધીનગર અને ભાવનગર થઇ વડોદરા સુધી પહોંચ્યો છે. Central Bureau of Narcotics) એ ડ્રગ વિભાગના સ્થાનિક અધિકારીને સાથે રાખી રાવપુરા વિસ્તારમાં આવેલા ઘી કાંટા રોડ પરના KHLOROPHYLLS Biotech pt. Ltd કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી H1 શિડ્યુલની ટ્રમાડોલની 15300 ટેબ્લેટ અને કોડેઇન ફોસ્ફેટ સીરપની 850 બોટલનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
CBN ના ઇન્સ્પેક્ટર પ્રવિણ ધુલે જણાવ્યું હતું કે, શુક્રવારે બપોર બાદ CBN ની ટીમ દ્વારા સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર સંજય પટેલને સાથે રાખી વડોદરા રાવપુરા ખાતે આવેલી KHLOROPHYLLS Biotech pt. Ltd કંપનીના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાઓનું ગોડાઉન ઝડપાયું, ટ્રામાડોલની 15300 ટેબ્લેટ અને કોડેઈન ફોસ્ફેટ સીરપની 850 બોટલોનો જથ્થો મળી આવ્યો છે. જે જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. સ્થાનિક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસમાં અમદાવાદ -ગાધીનગર અને ભાવનગરમાં પ્રતિબંધિત દવાઓ અંગેની વિગતો બહાર આવી હતી. જે તપાસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની સઘન પૂછપરછ દરમિયાન વડોદરામાં રાવપુરા રોડ ઉપર KHLOROPHYLLS Biotech pvt. Ltd. કંપનીનું ગોડાઉન હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો