AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોચ્યા

VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોચ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 7:29 PM
Share

20 માછીમારોમાં ગીર સોમનાથના 19 અને પોરબંદરના એક માછીમારનો સમાવેશ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા.

VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોંચી ગયા છે. તમામ માછીમારોનું વડોદરા રેલવે સ્ટેશન પર આગમન થયું છે. વડોદરાથી તમામ માછીમારોને વતનમાં પહોંચાડાશે. 20 માછીમારોમાં ગીર સોમનાથના 19 અને પોરબંદરના એક માછીમારનો સમાવેશ છે. માછીમારો બે દિવસ પહેલા વાઘા બોર્ડરથી ગુજરાત આવવા નીકળ્યા હતા. માછીમારોએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હજુ પાકિસ્તાનની જેલમાં તેમની સાથેના 14 સહિતના કુલ 570 જેટલા માછીમારો કેદ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા મુક્ત કરાયેલા 20 ભારતીય માછીમારો સોમવારે 15 નવેમ્બરે અટારી-વાઘા બોર્ડર મારફતે ભારતમાં પ્રવેશ્યા હતા. એક માછીમારે કહ્યું હતું કે અમે દરિયામાંથી પકડાયા છીએ અને છેલ્લા 4 વર્ષથી લાંધી જેલમાં હતા. એમ પણ કહ્યું કે જેલમાં રહેવા દરમિયાન અમારા પરિવારોને દર મહિને 9000 રૂપિયા આપવા બદલ મોદી સરકારનો આભાર માનીએ છીએ.

પાકિસ્તાન સરકારે ગયા વર્ષની શરૂઆતમાં 20 ભારતીય માછીમારોને અને એપ્રિલ 2019માં 100 ભારતીય માછીમારોની બીજી બેચને સદ્ભાવનાના સંકેત તરીકે મુક્ત કર્યા હતા. પાકિસ્તાન અને ભારતના માછીમારો સામાન્ય રીતે એકબીજાની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ થયા બાદ જેલમાં જાય છે.

આ પણ વાંચો : કોરોના, આતંકવાદના કારણે જેટલા મૃત્યુ નથી પામતા એટલા લોકો દર વર્ષે સમગ્ર વિશ્વમાં પ્રદુષણના કારણે મૃત્યુ પામે છે: રિપોર્ટ

આ પણ વાંચો : વેક્સિન નહીં તો પ્રવેશ નહીં : સુરતમાં બીજા દિવસે 6 હજારથી વધુ લોકોને બસમાં પ્રવેશતા રોકાયા

Published on: Nov 17, 2021 07:28 PM
g clip-path="url(#clip0_868_265)">