VIDEO: વડોદરામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી બ્રિઝ બાઇક, 2 વર્ષમાં 450થી વધુ ઇનોવેટીવ આઇડિયા આપ્યા

|

Mar 04, 2020 | 3:41 PM

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને ઇનોવેશન વિશ્વ સમક્ષ આવે તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી શરૂ કરવામાં આવી. આ સ્ટાર્ટઅપ હેઠળ વડોદરામાં છેલ્લા 2 વર્ષમાં 450 કરતાં વધુ ઇનોવેટીવ આઇડિયા વિદ્યાર્થીઓને આપ્યા. આ પોલીસી અંતર્ગત 25 હજારથી લઇને રૂપિયા 2 લાખની આર્થિક મદદ તથા વિદ્યાર્થીઓને જગ્યા પણ સરકાર દ્વારા આપવામાં આવે […]

VIDEO: વડોદરામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ વિદ્યાર્થીઓએ બનાવી બ્રિઝ બાઇક, 2 વર્ષમાં 450થી વધુ ઇનોવેટીવ આઇડિયા આપ્યા

Follow us on

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને ઇનોવેશન વિશ્વ સમક્ષ આવે તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી શરૂ કરવામાં આવી. આ સ્ટાર્ટઅપ હેઠળ વડોદરામાં છેલ્લા 2 વર્ષમાં 450 કરતાં વધુ ઇનોવેટીવ આઇડિયા વિદ્યાર્થીઓને આપ્યા. આ પોલીસી અંતર્ગત 25 હજારથી લઇને રૂપિયા 2 લાખની આર્થિક મદદ તથા વિદ્યાર્થીઓને જગ્યા પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ પણ વાંચો: જાણો ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાને વિભાગે કરી?

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ખાનગી એન્જિનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ વિશેષ પ્રકારે બાઇક બનાવી બ્રિઝ ‘બાઇક’. આ બાઇક ઓટોમેટિક બે મોડ પર ચાલે છે, સ્પોર્ટ્સ બાઇક ચલાવવી હોય તો સ્પોર્ટ્સ અને ક્રુઝ મોડ પર બાઇક ચલાવી હોય તો ક્રુઝ મોડ થઈ શકે. જેમા મદદ લીધી સ્ટાર્ટઅપની. રૂપિયા 1.40 લાખની આર્થિક સહાય અને બાઇક બનાવવા સ્થળ પણ મળ્યું. ભારતમાં આ પ્રકારનું પ્રથમ બાઇક હોવાનો વિદ્યાર્થીઓને દાવો છે, મેકિંગ ઇન્ડિયા થકી આ બાઇક ભારતમાં લોંચ થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સ્માર્ટ સાઇકલ સાયકલ પણ બનાવવામાં આવી છે. જેના માટે માટે એક સિસ્ટમ બનાવી છે, જેની બજાર કિમત 8 હજાર જેટલી છે. આ સિસ્ટમ સાયકલમાં ફિટ કરવામાં આવતાં સાયકલ ઓટોમેટીક ચાલવા લાગે છે. સાયકલને પેડલ મારવા જરૂરી નથી, આ ઇનોવેશન માટે સ્ટાર્ટઅપ સેલ દ્વારા એક વર્ષ સુધી વિદ્યાર્થીને જગ્યાની ફાળવણી કરી હતી. ઇ-સાયકલ માટે હવે રૂપિયા 20 હજારનો ખર્ચ કરવાને બદલે આ સિસ્ટમ થકી માત્ર 8 હજારમાં ઇ સાયકલ બની જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્ય સરકાર દ્વારા સ્ટાર્ટઅપ યોજના હેઠળ વિદ્યાર્થીઓમાં રહેલા ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આર્થિક મદદ વિદ્યાર્થીને પહોંચાડી ઇનોવેશન કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે. વડોદરા ખાતે છેલ્લા 2 વર્ષમાં 1400થી વધુ વિવિધ આઇડીયા આવ્યા જેમાં 450 આઇડિયાને પાસ કરીને વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article