વડોદરા : માંડવીના મહાકાળી મંદિરમાં કાળી ચૌદસે હનુમાનજી, કાળભૈરવ અને મહાકાળી માતાની વિશેષ પૂજા

|

Nov 04, 2021 | 11:04 AM

આ મહાકાળી માતાજીના મંદિરે વર્ષમાં એકવાર કાળીચૌદશના દિવસે વામપૂજા કરાય છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતી વામપૂજામાં માતાજીનો લીંબુનો હાલ, રાશિ પ્રમાણેનું ફળ અને ભેટ ચઢાવવામાં આવે છે. તેમજ દર વર્ષે મનોકામના પુરી કરવા માટે માતાજીને ભકતજનો દ્વારા 20 ટન લીંબુ ચઢાવવામાં આવે છે તેમ મંદિર પૂજારીએ જણાવ્યું હતું.

વડોદરા : માંડવીના મહાકાળી મંદિરમાં કાળી ચૌદસે હનુમાનજી, કાળભૈરવ અને મહાકાળી માતાની વિશેષ પૂજા
Vadodara: Special worship of Kali Chaudse Hanumanji, Kalabhairav and Mahakali Mata in the Mahakali temple of Mandvi

Follow us on

વડોદરા: દિવાળી તહેવારના કાળી ચૌદસ નિમિત્તે લોકો વિવિધ રીતે પૂજાપાઠ કરતા હોય છે. ત્યારે આ દિવસે વિશેષરૂપે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાને અનોખી રીતે પૂજા કરવામાં આવે છે. આ પરંપરાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રધ્ધા છે.

વડોદરાના માંડવી વિસ્તારમાં વહેલી સવારથી મહાકાળી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આ મંદિરના પૂજારી આખા દિવસ દરમિયાન માતાની સાધના કરે છે. આજના દિવસે ભક્તો લીંબુનો હાર અને સાથે રાશિ પ્રમાણેના ફળને માતાજીને અર્પણ કરે છે. મહાકાળી માતાજીની કાળી ચૌદશના દિવસે લોકો ધન્યતા અનુભવે છે.

નોંધનીય છે કે કાળી ચૌદસનો દિવસ એટલે મહાકાળી માતાને રિઝવવાનો અવસર છે. જોકે વડોદરામાં આવેલું મહાકાળીમાતાનું મંદિર વર્ષમાં એક જ વખત અહીં લીંબુનો હાર સ્વીકારવામાં આવે છે. જેનો લાભ લેવા ભક્તો વહેલી સવારથી મંદિરમાં આવવાની શરૂઆત થઇ જાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

કાળી ચૌદસે થતી વામપૂજા તંત્ર શાસ્ત્ર પ્રમાણે થતી હોવાથી ફળ જલદી મળે છે એવી માન્યતા છે

આ મહાકાળી માતાજીના મંદિરે વર્ષમાં એકવાર કાળીચૌદશના દિવસે વામપૂજા કરાય છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતી વામપૂજામાં માતાજીનો લીંબુનો હાલ, રાશિ પ્રમાણેનું ફળ અને ભેટ ચઢાવવામાં આવે છે. તેમજ દર વર્ષે મનોકામના પુરી કરવા માટે માતાજીને ભકતજનો દ્વારા 20 ટન લીંબુ ચઢાવવામાં આવે છે તેમ મંદિર પૂજારીએ જણાવ્યું હતું.

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચુકી છે અને, દિવાળી પહેલા કાળી ચૌદશનું પર્વ હતું. કાળી ચૌદસના દિવસે દરેક ભકતો દ્વારા માતાજીને અવનવી માનતા રાખવામાં આવે છે કે પોતાની માનતા રાખેલ પૂર્ણ થાય તો માતાજીને કંઈકને કંઈક ભેટ ચઢાવવાની હોય છે તેવુ જ એક મંદિર વડોદરાના માંડવીમાં આવેલ મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર-મંત્ર પૂજામાં માતાજીને મુંડ (માણસનું માથું) અર્પણ કરવાની વિધિ છે પરંતુ મુંડ ચઢાવવાનું શકય ન હોવાથી જેથી તત્ર શાસ્ત્રમાં લીંબુનો ઉપયોગ કરી શકાય છે. મહાકાળી માતાજીના મંદિરે કાળી ચૌદસના દિવસ દરમિયાન વામપૂજા કરવામાં આવે છે. વામપૂજા તંત્ર શાસ્ત્ર પ્રમાણે થતી હોવાથી ફળ જલદી મળે છે એવી લોક વાયકા છે. સામાન્ય દિવસમાં મહાકાળી માતાજીની દક્ષિણી પૂજા કરાય છે. આમ કાલિકા માતાજીને ત્રિગુણાત્મિકા દેવી પણ કહેવામાં આવે છે.

Published On - 11:00 am, Thu, 4 November 21

Next Article