Vadodara: વધુ એક મહિલાને રખડતી રંજાડે લીધી અડફેટે, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

May 31, 2022 | 4:45 PM

વડોદરા (Vadodara) શહેરમાં રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દર બીજા-ત્રીજા દિવસે ઢોરની અડફેટે લોકો ઘાયલ થઈ રહ્યા છે. છતા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલા લેવામાં નથી આવી રહ્યા.

Vadodara: વધુ એક મહિલાને રખડતી રંજાડે લીધી અડફેટે, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Stray Cattle On Road (Symbolic Image)

Follow us on

વડોદરામાં (Vadodara)રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે વડોદરા કોર્પોરેશનની (VMC) મહિલા કર્મચારી પર રખડતા ઢોરે હુમલો કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરો સામે કાર્યવાહી હાથ ધરાઇ હોવા છતા રખડતા ઢોરોનો ( Stray Cattle) આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરોએ કરેલા આતંકના પગલે કોર્પોરેશનની મહિલા કર્મચારીને ખભાના ભાગે ફ્રેક્ચર થયુ છે. આ પહેલા પણ ઘણા લોકો રખડતા ઢોરોને કારણે ઇજાગ્રસ્ત થયેલા છે. ત્યારે હવે આ સમસ્યાનો અંત ક્યારે આવશે તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

કોર્પોરેશનની મહિલા કર્મચારીને રખડતા ઢોરે લીધી અડફેટે

વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. દર બીજા-ત્રીજા દિવસે ઢોરની અડફેટે લોકો ઘાયલ થઈ રહ્યા છે. છતા કોર્પોરેશન દ્વારા અસરકારક પગલા લેવામાં નથી આવી રહ્યા. વડોદરામાં કોર્પોરેશનના સફાઈ કામદાર મહિલા ગાયની અડફેટે ઈજાગ્રસ્ત બન્યા છે. વોર્ડ નમ્બર 10માં હાઉસ કિપિંગમાં કામ કરતા હંસા સોલંકી નામના મહિલાને ચાલું નોકરીએ જ ગાયે અડફેટે લેતા ખભાના ભાગે ફ્રેક્ચર થયું છે. મહિલા કર્મચારી બાજવા રોડ પર નહેરૂ પાર્ક પાસે સફાઈ માટે ગયા હતા ત્યારે તેમના પર ગાયે હુમલો કર્યો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

એક મહિનામાં 7 જેટલા બનાવ

વડોદરામાં મેના આ એક જ મહીનામાં ઢોરની અડફેટે આવવાની એક પછી એક છથી સાત ઘટનાઓ બની. એ બતાવે છે કે નિર્દોષો રસ્તે રઝળતા યમ જેવા રખડતાં ઢોરનો શિકાર બની રહ્યા છે. કોઇના હાથ તૂટે છે, તો કોઇના પગ ભાંગે છે, તો કોઇને આંખ અને ક્યારેક જીવન પણ ગુમાવવાનો વારો આવે છે.

12 મેના રોજ પણ વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવતા સમયે સોસાયટી પાસે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલની આંખમાં ગાયનું શીંગડું ખુંપી ગયું હતું અને તેણે હંમેશા માટે આંખ ગુમાવી દીધી હતી.

આ સિવાય પણ એક સપ્તાહ પહેલા પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હતો ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના પરિવારે વીડિયો વાયરલ કરી રખડતા ઢોર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.તો આ સિવાય વડોદરામાં સમા સાવલી રોડ પર રખડતા ઢોરે એક ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો.

Next Article