VADODARA : આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ

|

Aug 13, 2021 | 9:06 AM

Scam of draw in housing scheme : શહેરી વિકાસ મંત્રાલયની એફોર્ડબલ હાઉસિંગ યોજનાના ઓનલાઇન ડ્રો માં ગેરરીતિ આચરવામાં આવી હતી.

VADODARA :  આવાસ યોજનાના ડ્રોમાં કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ
VADODARA : Crime branch handed over probe into housing scheme draw scam

Follow us on

VADODARA: શહેરમાં શહેરી વિકાસ મંત્રાલયની એફોર્ડબલ હાઉસિંગ યોજનાના ડ્રોમાં થયેલા કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા નવાપુરા પોલીસ પાસેથી તપાસ લઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે રાત્રે બંન્ને આરોપીઓનો કબ્જો મેળવ્યો છે. આ કૌભાંડ અચરનાર પ્રમોદ વસાવા અને નિશિથ પીઠવાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બન્નેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.

ગઈકાલે 12 ઓગષ્ટે હાઉસિંગ સ્કીમમાં ડ્રો ના કૌભાંડમાં વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) ના આ બે અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. VMC ના આ બે કર્મચારીઓએ હાઉસિંગ યોજનાનો ખોટો ડ્રો કર્યા હોવાના આરોપસર પોલીસે તેમની અટકાયત કરી હતી. આ ડ્રો માં કૌભાંડ થયાની ફરિયાદ VMCના સિટી એન્જીનિયર દ્વારા નોંધાવવામાં આવી હતી.

VMC દ્વારા સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી. શહેરી વિકાસ મંત્રાલયની એફોર્ડબલ હાઉસિંગ યોજનાના ડ્રો માં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યાં હતા. આ યોજનાના ઓનલાઇન ડ્રો માં ગેરરીતિ આચરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડમાં ડ્રો ની બે યાદી તૈયાર કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યાં હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો : GUJARAT : બે IPS અધિકારીઓ સહિત કુલ છ પોલીસ અધિકારીઓની કેન્દ્રીય ગૃહમંત્રાલયના પુરસ્કાર માટે પસંદગી

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં 12 ઓગષ્ટે રેકોર્ડબ્રેક 6.33 લાખ લોકોને કોરોના રસી અપાઈ, કુલ રસીકરણ 3.85 કરોડ થયું

Published On - 9:00 am, Fri, 13 August 21

Next Article