મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના વાદળો, ફરી કમોસમી વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના ખેડૂતો હાલમાં રવી પાકની ખેતીને લઈ તેને માવજતમાં વ્યસ્ત છે. બટાકા, કઠોળ, કપાસ તેમજ શાકભાજી સહિતના પાકના સારા ઉત્પાદન માટે ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોને માટે ચિંતા પેદા કરાવે એવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાયણ પહેલા કમોસમી વરસાદ વરસી શકે છે.
સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 6 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જેને લઈ ખેડૂતોને માટે હવે રવી સિઝનને લઈ ફરી એકવાર ચિંતા સતાવવા લાગી છે.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
હાલમાં ઠંડીનો પારો પણ ગગડ્યો છે. એટલે કે, વિસ્તારના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. ત્યાં હવે કમોસમી વરસાદને લઈ જીવ ખેડૂતોના ઉંચા થયા છે. હાલમાં ઠંડી વધતા ખેડૂતોને પાક વધારે સારો થવાની આશા બંધાઈ હતી. ત્યાં હવે કમોસમી વરસાદના માવઠા વરસાવાની ચિંતા વધી છે. ખાસ કરીને આગામી રવિવાર અને સોમવારે કમોસમી વરસાદની શક્યતા દર્શવાઈ છે. જ્યારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે.