ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ

|

Jan 11, 2020 | 6:49 AM

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા વિશ્વાસ અને સાયબર આશ્વસ્તનો શુભારંભ, જાણો તેની વિશેષતાઓ

Follow us on

ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’નો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘વિશ્વાસ’ અને ‘સાયબર આશ્વસ્ત’ સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને અટકાવવા તેમજ શોધવામાં મદદરૂપ બનશે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પ્રથમ તબક્કામાં 41 શહેરમાં 7000 CCTV કેમેરાથી આવરી લેવામાં આવશે. 34 જિલ્લાની સાથે સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને એક સંકલિત કરવામાં આવશે. જેમાં ટોલ પ્લાઝા, આરટીઓ, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓને એકજુથ કરાશે. 120 મેટ્રો શહેરોને સંકલિત કરી દેવામાં આવશે. તમામ સીસીટીવીને સંકલિત કરવાની ભૂમિકાને વિશ્વાસ પ્રોજેક્ટ થકી સંકલિત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિશ્વાસ પ્રોજેક્ટની વિશેષતાની વાત કરવામાં આવે તો તેમાં 125 જંકશન પર 7000થી વધુ સીસીટીવી કેમેરા લાગશે. સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા માટે મદદરૂપ થશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. દરેક જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ‘નૈત્રમ’ સાથે જોડાશે. સ્ટેટ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ‘ત્રિનેત્ર’ સાથે જોડાશે. આપરાધિક બનાવોની તપાસ અને વીડિયો ફોરેન્સિક્સ થશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે. તે સિવાય માર્ગ સલામતી અને અર્બન મોબિલિટીને ફાયદો થશે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને શેરી સુધી સુરક્ષા મળશે. દરેક શહેરો, જિલ્લા મુખ્યાલયો અને પર્યટન સ્થળોને ચુસ્ત સુરક્ષા મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article