રાજ્યમાં અનધિકૃત વ્યક્તિ-સંસ્થા હવે સર્પનું રેસ્ક્યુ નહીં કરી શકે, સર્પ રેસ્ક્યુ ટીમ બનાવવાનો વન વિભાગનો નિર્ણય

|

Apr 01, 2021 | 5:58 PM

tv9@exclusive : રાજ્યના વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સર્પ રેસ્ક્યુ ટીમ બનાવવાનો નિર્ણંય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં અનધિકૃત વ્યક્તિ-સંસ્થા હવે સર્પનું રેસ્ક્યુ નહીં કરી શકે, સર્પ રેસ્ક્યુ ટીમ બનાવવાનો વન વિભાગનો નિર્ણય

Follow us on

tv9@exclusive : રાજ્યના વન વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સર્પ રેસ્ક્યુ ટીમ બનાવવાનો નિર્ણંય કરવામાં આવ્યો છે. જેની સાથે સાથે સાપના રેસ્ક્યુ માટેની ચોક્કસ ફીની વસુલાતની પણ મર્યાદા રાજ્યના વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય પ્રમાણે હવેથી કોઈપણ અનધિકૃત વ્યક્તિ કે સંસ્થા સાંપને પકડવા અંગેની કોઈપણ કામગીરી કરી શકશે નહીં.

સાપને પકડવા માટેની કામગીરી માટે રાજ્યના વન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવનાર વ્યક્તિઓ-સંસ્થાઓ જ માન્ય રહેશે. એટલે કે આપણા વિસ્તારમાં સર્પને પકડવા માટે આવતા વ્યક્તિઓ હવેથી સર્પ ત્યારે જ પકડી  શકશે. જયારે તેમને વેન વિભાગ દ્વારા અધિકૃત કરવામાં આવશે, સર્પના રેક્સ્યૂ માટે માન્યતા મેળવવા માંગતા વ્યક્તિઓ-સંસ્થાઓએ વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. અને ત્યારબાદ જ તેમને સર્પનું રેક્સ્યૂ કરવા માટેની મજૂરી આપવામાં આવશે.

રાજ્ય સરકારને છેલ્લા ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે રાજ્યમાંથી મળી આવતા જુદી જુદી પ્રજાતિઓના સાપ કે જે રહેણાંક વિસ્તારો તેમજ અન્ય વિસ્તારોમાં આવી જાય છે જેને પકડીને તેમાંથી ઝેર કાઢવા, તેનું પ્રદર્શન કરવા વેપાર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જે આધારે ચોક્કસ વન વિભાગ દ્વારા કરાવવામાં આવેલી ઝીણવટભરી તપાસના અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યભરમાંથી મળી આવતા સર્પને પકડી કેટલાક લોકો દ્વારા તેનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જોકે આ પ્રકારના રેસ્ક્યુ કરી સાપને યોગ્ય વાતાવરણમાં છોડવા માટે આજે પણ અનેક વ્યક્તિઓ-સંસ્થાઓ કાર્યરત છે જ, પરંતુ રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓમાં સર્પ રેસ્ક્યુ ટીમ બનાવવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે રાજ્યના તમામ જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ તાલુકા વાઈલ્ડલાઈફ વોર્ડનને પણ વધુ કાર્યક્ષમ બનાવવાની સાથે સાથે આ સર્પ રેસ્ક્યુ ટીમના જે તે તાલુકાના સભ્યોનું મોનીટરીંગ તેમજ પ્લાનિંગ કરવા માટેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તો સાથે સાથે રાજ્યમાં આવેલા વન વિભાગના ડિવિઝન પ્રમાણે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવનાર છે. જેના પર કોલ કરવાથી આપ આપના વિસ્તારમાં નિકળેલા સર્પનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત જગ્યાએ મોકલી શકશો.

વન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા પ્રમાણે સર્પ રેસ્ક્યુ ટીમના સભ્ય બનવા માટે  http://bit.ly/snake-rescuer-registration  લિંક પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સર્પ રેસ્ક્યુ ટીમના સભ્ય માટે પણ વન વિભાગ દ્વારા ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જે અનુસાર જે પણ વ્યકતિ-સંસ્થાના વ્યક્તિ આ ટીમના સભ્ય બનવા માંગતા હશે તેમનો પોતાનો વ્યક્તિગત 10 લાખનું વીમાનું કવચ પ્રાપ્ત કરેલું હોઉં ફરજીયાત છે, જયારે આ માટે અરજી કરનાર અરજદાર કોઈપણ પ્રકારના વન્ય ગુન્હાઓ કે અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ ન હોવો જોઈએ.

તમામ ગાઈડલાઈન મુજબ માન્યતા મેળવનાર વ્યક્તિ-અરજદારને ગીર ફાઉન્ડસેશન , ગાંધીનગર ખાતે સાપના રેસ્ક્યુ કરવા માટેની તાલીમ-પ્રમાણપત્ર આપવામાં આવશે, આ તાલીમ મેળવ્યા બાદ શરતોને આધીન આ વ્યક્તિઓને સર્પ રેસ્ક્યુ ટીમમાં સામેલ કરવામાં આવશે અને આઈ કાર્ડ પણ આપવામાં આવશે, વેન વિભાગ દ્વારા આ રેસ્ક્યુ ટીમના સભ્યને કોઈપણ પ્રકારનું મહેનતાણું ચુકવવામાં આવશે નહિ પરંતુ જે જગ્યાએ તેઓ સાપના રેસ્ક્યુ કરવા માટે જાય તે જગ્યાએ જવાબદાર પાસેથી મહત્તમઃ એક સાપના રેસ્ક્યુ માટે રૂ.250.00 કોઈપણ પ્રકારની બળજબરી વગર વસૂલી શકશે.

સર્પ રેસ્ક્યુ ટીમના સભ્ય તરીકેની માન્યતા મેળવ્યા બાદ ડાયરેક્ટ સાપના રેસ્ક્યુ કરી શકાશે નહિ તેવી પણ જોગવાઈ વન વિભાગ દ્વારા કરવાંમાં આવી છે , જોગવાઈઓ અનુસાર ડિવિઝન પ્રમાણે શરુ કરવામાં આવનાર હેલ્પલાઈન તેમજ સ્ટેટ હેલ્પલાઈન : 8320002000 પર મળતી ફરિયાદોને જે તે તાલુકાના વાઇલ્ડલાઇફ વોર્ડનને મોકલી આપવામાં આવશે અને તાલુકા વાઈલ્ડલાઈફ વોર્ડન દ્વારા સર્પ રેસ્ક્યુ ટીમના સભ્યને સાપના રેસ્ક્યુ માટેની અનુમતિ આપવામાં આવશે.  1 વર્ષ માટેની આ રેસ્ક્યુ ટીમના સભ્યોને માન્યતા આપવામાં આવશે તો આ પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં પ્રથમ 6 માસ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુકવામા આવ્યો છે બાદમાં તેમાં જરૂરી સુધારા વધારા કરીને આગળ ચલાવવામાં આવનાર છે.

આપના વિસ્તારમાં જો સાંપ આવે અને તેનું રેસ્ક્યુ કરવાનું થાય ત્યારે 8320002000 નંબર પાર જ કોલ કરી અધિકૃત રેક્સયુઅરને જ બોલાવવાનો આગ્રહ રાખો હેઠી કરીને સરીસૃપ સાથે થતા અત્યાચાર તેમજ તેને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી શકાય.

 

Next Article