કલોલની સોસાયટીમાં ખોટી એનઓસી આપવાના કેસમાં ઓએનજીસીના બે અધિકારીની ધરપકડ

|

Sep 06, 2021 | 11:11 PM

ઓએનજીસીએ હાઉસિંગ સોસાયટીની નીચે કોઈપણ પાઇપ લાઇનનો હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તપાસમાં જમીન નીચે 20 ફૂટ જૂની નિષ્ક્રિય પાઇપ લાઇનની મળી આવી હતી. જેની પર વિસ્ફોટમાં અસરગ્રસ્ત બે મકાનો બાંધવામાં આવ્યા હતા.

કલોલની સોસાયટીમાં ખોટી એનઓસી આપવાના કેસમાં ઓએનજીસીના બે અધિકારીની ધરપકડ
Gujarat Two ONGC officials arrested in Kalol society for giving false NOC (File Image)

Follow us on

ગુજરાત(Gujarat) ના ગાંધીનગરના કલોલ(Kalol) ની સોસાયટીમાં પાઈપ લાઈન બ્લાસ્ટ(Pipeline Blast) કેસમાં પોલીસે ઓએનજીસીના( (ONGC) બે અધિકારીઓની ધરપકડ કરી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોએ નવ મહિના પૂર્વે જીવ ગુમાવ્યો હતો. જેમાં બિલ્ડરને બાંધકામ માટે ખોટી રીતે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)આપવા બદલ પોલીસે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના બે અધિકારીઓની ધરપકડ કરી છે.

આ કેસમાં જમીનમાંથી પસાર થતી  પેટ્રોલ પાઇપ લાઇન પર બિલ્ડરને મકાન બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં 22 ડિસેમ્બર, 2020 ના રોજ કલોલના ગાર્ડન સિટી સોસાયટીમાં ઘર નંબર 158 અને 159 માં સવારે 7:30 વાગ્યાની આસપાસ બે વિસ્ફોટ થયા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. જેમાં અમિત દવે , તેમની પત્ની પિનલ દવે અને હંસા દવેનું અવસાન થયું હતું.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ કેસમાં શરૂઆતમાં, ઓએનજીસીએ હાઉસિંગ સોસાયટીની નીચે કોઈપણ પાઇપ લાઇનનો હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તપાસમાં જમીન નીચે 20 ફૂટ જૂની નિષ્ક્રિય પાઇપ લાઇનની મળી આવી હતી. જેની પર વિસ્ફોટમાં અસરગ્રસ્ત બે મકાનો બાંધવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરના રિપોર્ટમાં પુષ્ટિ થઇ હતી કે જૂની ONGC પાઇપલાઇનમાં મોટી માત્રામાં ઓઇલ છે અને ટેસ્ટ રિપોર્ટમાં તેમાં પેટ્રોલિયમ હાઇડ્રો કાર્બનની હાજરી જોવા મળી હતી.

આ વર્ષે 31 ઓગસ્ટે, આખરે ONGCના બે અધિકારીઓ- ONGCમાં જમીન સંપાદન સંબંધિત તત્કાલીન LAQ અધિકારી દિપક નારોલિયા અને ONGCના LAQ વિભાગમાં તત્કાલીન હેડ ડ્રાફ્ટ મેન ઘનશ્યામ પટેલ સામે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.

તેમની સામે ભારતીય ફોજદારી ધારાની કલમો, જીવનને જોખમમાં મૂકવું, ખોટા પુરાવા રચવા બદલ 195, છેતરપિંડીના પુરાવા વાપરવા માટે 196, ફોજદારી કાવતરા માટે 120 બી અને વિસ્ફોટક કાયદાની કલમો લગાવવામાં આવી છે. તેમજ અન્ય અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઇપીસીની કલમ 304 ( સાપરાધ મનુષ્યવધ ), 308 ( સાપરાધ મનુષ્યવધનો પ્રયાસ) કલમ 337 ( કૃત્ય દ્વારા જીવનને હાનિ પહોંચાડવી)

195( ખોટા પુરાવા ઉભા કરવા ) 196 ( ખોટા પુરાવા હોવાનું જાણવા છતાં તેનો ઉપયોગ કરવો) 120b(ગુનાહિત ષડયંત્ર) અને એક્સપલોઝીવ એક્ટની કલમો

ગાર્ડન સિટી સોસાયટીના વિકાસકર્તાઓએ કલોલ તાલુકાના સાયજ ગામમાં જમીનના પ્લોટ માટે જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગરને બિન કૃષિ જમીન મંજૂરી (એનએ) માટે અરજી કરી હતી અને વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવેલા એનઓસીના આધારે જમીન રૂપાંતરિત કરવામાં આવી હતી.

આ  પણ વાંચો : Ahmedabad: કોર્પોરેશને 43 હોસ્પિટલોની માન્યતા રદ કરી, સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરવા આદેશ

આ  પણ વાંચો: Aadhar card : ઘરે બેસીને પણ બદલી શકો છો આધાર કાર્ડમાં નામ અને જન્મતારીખ, આ રહી પ્રોસેસ

 

Published On - 11:11 pm, Mon, 6 September 21

Next Article