પાક વીમાના નામે તોડનું મહાકૌભાંડ, ખેડૂતો પાસે રૂપિયાની માગણી કરતા એજન્ટનો Exclusive VIDEO આવ્યો સામે

|

Nov 04, 2019 | 6:06 AM

માવઠાના કારણે રાજ્યના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારે વીમા કંપની દ્વારા વળતર ચુકવવાના આદેશ કર્યા છે. જેને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. પરંતુ જમીની સ્તર પર કેવી કામગીરી ચાલે છે તેના પર પણ સરકારે નજર રાખવી જોઈએ. કેમ કે ખેડૂતો સાથે વળતરના નામે […]

પાક વીમાના નામે તોડનું મહાકૌભાંડ, ખેડૂતો પાસે રૂપિયાની માગણી કરતા એજન્ટનો Exclusive VIDEO આવ્યો સામે

Follow us on

માવઠાના કારણે રાજ્યના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકારે વીમા કંપની દ્વારા વળતર ચુકવવાના આદેશ કર્યા છે. જેને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. પરંતુ જમીની સ્તર પર કેવી કામગીરી ચાલે છે તેના પર પણ સરકારે નજર રાખવી જોઈએ. કેમ કે ખેડૂતો સાથે વળતરના નામે રીતસર ખેલ થઈ રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

અમરેલીના ખાંભાના બારમણ ગામમાં વીમા કંપનીના એજન્ટો ખેડૂતો સાથે રૂપિયાનો ખેલ કરતા હોવાનું સામે આવ્યું છે. અહીં નુકસાનીનો માર સહન કરેલા ખેડૂતો પાસે વીમા કંપનીના એજન્ટો રૂપિયા પડાવતા હોવાનું બહાર આવ્યું છે. પાકનું વધુ પ્રમાણમાં નુકસાન બતાવવા માટે આ એજન્ટો ખુલ્લેઆમ રૂપિયા પડાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એક ફોર્મના 600 રૂપિયા લેખે 91 ફોર્મના 54,600 રૂપિયા પડાવતા એજન્ટો ખેડૂતોના જ કેમેરામાં કેદ થઈ ગયા છે. એજન્ટ સાથે વાતચીત કરવાનો ઓડિયો અને વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એજન્ટ કઈ રીતે ખેડૂતો પાસે રૂપિયા પડાવે છે તે સ્પષ્ટ જોવા મળે છે.

રૂપિયા પડાવવાના સમયે તો બિન્દાસ્ત રીતે ખેડૂતો પાસેથી રૂપિયા પડાવી લીધા. પરંતુ જ્યારે આ અંગેનો વીડિયો બન્યો હોવાની જાણ થઈ તો રૂપિયાનો ખેલ કરતો એજન્ટ ફફડી ઉઠ્યો. આ વીડિયો મીડિયામાં ન આવી જાય, એજન્ટ અને તેના મળતિયાઓ ફસાઈ ન જાય તે માટે પાછો બારમણ ગામમાં દોડી આવ્યો અને ડાહ્યો ડમરો થઈને ખેડૂતોને રૂપિયા પરત આપવા લાગ્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે એજન્ટ રૂપિયાની લાલચે ખેડૂતોના ખીસ્સા ખંખેરતો હતો, તે માત્ર વીડિયોના ભયથી ખેડૂતોને રૂપિયા પરત આપવા આવ્યો. તેણે ખેડૂતોને 9,600 રૂપિયા પરત આપ્યા અને બાકીના રૂપિયા પણ પરત આપવાની ખાતરી આપી.

એક તરફ સરકાર ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે. પરંતુ બીજી તરફ જમીની સ્તર પર વીમા કંપનીના એજન્ટો કેવી ગોલમાલ કરે છે તે વીડિયોમાં જોઈ શકાય છે. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1) વીમાના નામે તોડનું મહાકૌભાંડ ક્યાં સુધી ચાલશે ?
2) વીમાના નામે તોડ કરનારા સામે ક્યારે લેવાશે પગલા ?
3) આવા તોડબાજોથી ક્યારે મળશે છૂટકારો ?
4) વીમા કંપની આવા તોડબાજ એજન્ટોની મનમાની કેમ ચલાવે છે ?
5) શું વીમા કંપનીના એજન્ટો કંપનીના કર્મચારીઓ સાથે સંકળાયેલા છે ?
6) ખેડૂતોને પડ્યા પર પાટુ ક્યાં સુધી ?
7) કેમ સરકાર આવા તોડબાજો સામે કડક કાર્યવાહી કરતી નથી ?
8) શું ખેડૂતો ફક્ત વોટબેંક જ છે ?
9) કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોની આવી બત્તર હાલત કેમ ?
10) ભ્રષ્ટાચાર મુક્ત સરકારના દાવા વચ્ચે રૂપિયાનો આવો ખેલ કેમ ?
11) શું નુકસાનીના સરવે એક નાટક છે ?
12) જો રૂપિયા લઈને સરવે થતો હોય તો ક્યારે બંધ થશે આ સરવે ?
13) સરવેના નામે ક્યારે બંધ થશે રૂપિયાઓના ખેલ ?
14) ભોળા ખેડૂતોને છેતરવાનો ધંધો ક્યારે બંધ થશે ?

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Next Article