True Story: આ એ ગુજરાત પોલીસ છે કે જેણે ગુજરાતમાં પગ પડે તે પહેલા જ બબ્બર ખાલસા જૂથનાં પગ ભાંગી નાખ્યા હતા, વટવાથી કરોલબાગ અને 38 વર્ષ પહેલાની આ ઘટના વાંચો

|

May 17, 2022 | 11:35 AM

તપાસ ચાલુ રહી પણ દિવસો વિતવા લાગ્યાં. પોલીસ(Police) પાસે એક પણ કડી ન હતી કે જેનાથી લૂંટારૂઓનું પગેરું મેળવે. પાંચ-સાત દિવસ બાદ એક કોન્સ્ટેબલને માહિતી મળી કે, નારોલથી વિશાલા જવાના રોડ પર શિમલા હોટલ પાસે એક બિનવારસી "વિજય સૂપર" સ્કૂટર પડ્યું છે.

True Story: આ એ ગુજરાત પોલીસ છે કે જેણે ગુજરાતમાં પગ પડે તે પહેલા જ બબ્બર ખાલસા જૂથનાં પગ ભાંગી નાખ્યા હતા, વટવાથી કરોલબાગ અને 38 વર્ષ પહેલાની આ ઘટના વાંચો
Harjinder Singh Jinda photo given by Ex. Police Officer Gujarat Kaushik Pandya (president gallantry award winner)

Follow us on

True Story: થોડા દિવસ પહેલાં હરિયાણા પોલીસે (Haryana Police) ચાર શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી હથિયાર કબ્જે કર્યા હતા. આ ઉપરાંત પંજાબ પોલીસ(Punjab Police)ના ઈન્ટેલીજન્ટ વિંગના હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી. આ બન્ને ઘટનાઓમાં “બબ્બર ખાલસા” સંગઠનનું કનેક્શન સામે આવ્યું હતુ. બબ્બર ખાલસા સંગઠનને આતંકવાદી સંગઠન માનીને ભારત સહિત દૂનિયાના સાત શક્તિશાળી દેશોએ તેના પર પ્રતિબંધ પણ લાદ્યો છે. બબ્બર ખાલસા નામના આ આતંકી સંગઠનનાં પગલા આજથી 38 વર્ષ પહેલાં ગુજરાત અને તે પણ અમદાવાદ(Ahmedabad)માં પડી ચુક્યાં છે તે બહુ ઓછા જાણતા હશે. ગુજરાતની પહેલી બેન્ક લૂંટ તરીકે પોલીસ ચોપડે નોંધાયેલી આ ઘટના 1986માં અમદાવાદમાં બની હતી.

6 જાન્યુઆરી 1986ની વાત છે. વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેન્કમાં ચાર લૂંટારૂ ઘુસી આવ્યાં. ફિલ્મી સ્ટાઇલે બેન્ક મેનેજર અને કેશિયરને રિવોલ્વર બતાવી તેમના હાથે જ 3.12 લાખ રૂપિયા એક બેગમાં ભરાવી ચારેય લાલ રંગની મારૂતિ ફ્રન્ટી કારમાં ફરાર થઇ ગયા. 38 વર્ષ પહેલાંની આ બેન્ક લૂંટે માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતભરમાં ચકચાર મચાવી દીધી હતી. કારણ અમદાવાદના ઈતિહાસમાં આ પહેલી બેન્ક લૂંટ હતી. એટલું જ નહીં તે સમયે ત્રણ લાખ રૂપિયાનું મૂલ્ય પણ ઘણું હતુ.

ઘટનાની જાણ થતા તત્કાલીન ડીસીપી એસ.એસ ખંડવાવાલા, ડીવાય.એસ.પી આર.જી ભટ્ટ, પી.આઈ. આર.એ કાદરી અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.ડી પંડ્યા મસમોટા પોલીસ કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યાં. વટવા જીઆઈડીસી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો. સ્ટેટ કંટ્રોલને મેસેજ અપાયો અને અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરની તમામ બોર્ડર પર નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કરાયું. બેન્ક કર્મચારીઓએ આપેલા લૂંટારૂઓના વર્ણન અને લાલ રંગની મારૂતિ ફ્રન્ટીની માહિતીના આધારે આખા ગુજરાતમાં લૂંટારુઓની શોધ થવા લાગી. પણ રાત સુધી લાલ રંગની કારના કોઇ સગડ મળ્યાં નહીં.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તપાસ ચાલુ રહી પણ દિવસો વિતવા લાગ્યાં. પોલીસ પાસે એક પણ કડી ન હતી કે જેનાથી લૂંટારૂઓનું પગેરું મેળવે. પાંચ-સાત દિવસ બાદ એક કોન્સ્ટેબલને માહિતી મળી કે, નારોલથી વિશાલા જવાના રોડ પર શિમલા હોટલ પાસે એક બિનવારસી “વિજય સૂપર” સ્કૂટર પડ્યું છે. માહિતી હતી કે, લૂંટની ઘટના બાદ આ સ્કૂટર કોઇએ બિનવારસી મુક્યું છે. આ એ સમય હતો કે, સ્કૂટર પણ લક્ઝરી ગણાતી. પોલીસને શંકા ગઇ કે, કોઇ પોતાનું સ્કૂટર શું કામ બિનવારસી મૂકે? લૂંટના સ્થળથી નજીક પડેલું સ્કૂટર લૂટંમાં ક્યાંક વપરાયું હશે? તેવી શંકા પણ સ્વાભાવિક હતી. સ્કૂટરની તપાસ કરાઇ ત્યારે તેના એન્જિન અને ચેસીસ નંબર પણ હથોડીથી ટીચી છેકી નાંખેલા હતા. આ જોઇ પોલીસની શંકા વધુ મજબૂત બની. પરંતુ સ્કૂટના માલિક સુધી કેવી રીતે પહોંચવું તે પ્રશ્ન સર્જાયો. તપાસ દરમિયાન એક અનુભવિ કોન્સ્ટેબલે મુંઝવણમાં મુકાયેલા સિનિયર અધિકારીને કહ્યું, સાહેબ સ્કૂટરની સીટની નીચે પણ એન્જિન અને ચેસીસ નંબર લખેલા હોય છે.

પોલીસે તાત્કાલીક સીટ કઢાવી અને કુદરતે સાથ આપ્યો. નંબરના આધારે પોલીસ ગણતરીના કલાકોમાં જ સ્કૂટરના નારોલમાં રહેતા માલિક સુધી પહોંચી ગઇ.
સ્કૂટરનો માલિક મળ્યો અને તેણે સ્કૂટર તેનું જ હોવાની કબૂલાત પણ કરી, સાથે કહ્યું, તેણે મીરઝાપુરના એક દલાલને આ સ્કૂટર વેચવા આપ્યું હતુ. પોલીસ પણ બેન્ક લૂંટનો ગુનો ઉકેલવા તત્પર હતી. જો કે, હજુ સુધી આ સ્કૂટરને લૂંટ સાથે સંબંધ હોવાની કોઇ કડી ન હોવા છતાં પોલીસ અંધારામાં તીર મારવા પણ તૈયાર હતી. પોલીસ વાહનની લે-વેચ કરતા દલાલ અશોકભાઇ સુધી પહોંચી. અશોકભાઇએ પણ કબૂલ્યું કે, “હા, આ સ્કૂટર તેમણે વેચ્યું છે, ત્રણેક યુવકો આવ્યાં હતા અને સ્કૂટર લઇ ગયા હતા. પણ તેમણે 500 રૂપિયા બાકી રાખ્યા હોવાથી મેં તેમને આર.સી બૂક આપી નથી. એટલે મારી પાસે પણ તેમનું નામ સરનામું નથી”. અશોકભાઇએ પોલીસના સવાલોના મારા વચ્ચે કહ્યું કે, “ત્રણમાંથી એકે પોતાનું નામ ચિઠ્ઠીમાં લખીને આપ્યું હતુ, પણ ચિઠ્ઠીનુંય કાંઇ કામ નહોતુ તો ફેંકી દીધી છે”. પોલીસ હવે વધુ મુંઝવણમાં મુકાઇ.

કારણ સ્કૂટર અને લૂંટ વચ્ચે કોઇ સીધો સંબંધ હજુ સુધી મળ્યો નહોતો, પરંતુ આ એક કડીને છોડી દે તો તપાસ માટે બીજી કોઇ દિશા પણ હતી નહીં. આમ તો, લૂંટ લાલ રંગની કારમાં થઇ હતી અને પોલીસ હવે એક બિનવારસી મળેલા સ્કૂટરને લૂંટ સાથે જોડીને તપાસ કરી રહી હતી. તત્કાલીન પી.એસ.આઈ. કે.ડી પંડ્યા અને તેમની ટીમે હવે વાહન દલાલ અશોકભાઇ સાથે ચાર-પાંચ દિવસનો કચરો વીણવાનો નિર્ણય કર્યો. અશોકભાઇ પણ કાંઇ સમજી શક્યા નહીં પરંતુ પોલીસની દમદાટીને વશ થઇ તે પણ થોડા દિવસ જૂનો કચરો વીણવા બેઠા.

સતત પ્રયાસના અંતે સફળતા નક્કી છે એ વાત પુરવાર થઇ. કચરામાંથી અશોકભાઇના હાથ જ તેમણે ફેંકેલી ચિઠ્ઠી આવી. ચિઠ્ઠીમાં લખેલું નામ તો હવે વાંચી શકાય તેવું રહ્યું ન હતું. બીજી હકિકત એ પણ હતી કે જો નામ પોલીસ વાંચી શકી હોત તો પણ તે વ્યકિતને નામના આધારે શોધવો એ ઘાંસના ઢગલામાંથી સોય શોધવા જેવું કપરુ કામ હતુ. ચિઠ્ઠીમાં નામ નહીં વાંચી શકાતા પોલીસની નજર બે-ત્રણ આંકડાના નંબર પર ચોંટી. આ નંબર શેનો છે? કોનો છે? તે કશું જ ચિઠ્ઠીમાં લખ્યું ન હતુ. બે દિવસ સુધી સતત એ ચિઠ્ઠીમાં લખેલો નંબર અલગ અલગ સિનિયર અધિકારીઓને બતાવ્યા છતાં કોઇ નિષ્કર્ષ સુધી પહોંચી શકાતુ નહોતુ. દરમિયાન પી.એસ.આઈ પંડ્યાને શંકા ગઇ કે, કદાચ આ કોઇ જગ્યાનો સર્વે નંબર હોઇ શકે છે.

અત્યાર સુધી બેન્ક લૂંટની તપાસ શંકા અને શક્યતાઓ પર જ આગળ વધી રહી હતી. પોલીસે આ નંબર અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને આપ્યો અને પી.એસ.આઈ. પંડ્યાની શંકા સાચી ઠરી. તે જમીનનો સર્વે નંબર જ હતો. પોલીસે સર્વે નંબરની તપાસ કરાવી તો પાલડીથી જૂના શારદા મંદીર રોડ પર જતા એક સરદારજીના ગેરેજનો નિકળ્યો. પોલીસ તાબડતોબ ત્યાં પહોંચી ગઇ. પોલીસની ગુનો ડિટેક્ટ કરવાની ઈચ્છાશક્તિ રંગ લાવવા લાગી હતી. સરદારજીએ પોલીસને કહ્યું કે, “હા, સ્કૂટર મારા ભત્રીજાના ચારેક મિત્રો મારે ત્યાં મૂકી ગયા હતા અને છ જાન્યુઆરીએ સવારે લઇ ગયા હતા”.

છ જાન્યુઆરી એટલે કે, પંજાબ નેશનલ બેન્કમાં લૂંટ થઇ તે દિવસ. પોલીસ આ વાત સાંભળતા જ લૂંટારૂઓની નજીક પહોંચી હોય તેવી આશાએ મનોમન ઝુમી ઊઠી. નક્કી આ સ્કૂટર લૂંટારૂઓએ વાપર્યાનું પોલીસ મક્કમ પણે માનવા લાગી. પોલીસે સરદારજી પાસેથી તેમના ભત્રીજાની વિગતો મેળવી, તે દિલ્હી રહેતો હતો. પી.એસ.આઈ. કે.ડી પંડ્યા એક ટીમ બનાવીને દિલ્હી તપાસમાં રવાના થયા. પોલીસે દિલ્હી જે યુવક પાસે પહોંચી તે યુવક દિવ્યાંગ હતો. માટે તે લૂંટમાં નહીં હોય તેમ પ્રાથમિક દ્રષ્ટીએ જ પોલીસ ટીમે માની લીધું.
પોલીસે આ યુવક પાસેથી અમદાવાદમાં તેના કાકાના ગેરેજ પર સ્કૂટર મૂકનારા મિત્રોની વિગતો મેળવી લીધી. અહીંયા સુધી પહોંચેલી પોલીસ પાસે હજુ મજબૂત શંકાને બાદ કરતા લૂંટને અંજામ આપનારાના કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નહોતા.

દિવ્યાંગ યુવક પાસેથી મેળવેલી માહિતી આધારે પોલીસ દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં પહોંચી અને ત્યાંથી દલજિત ઉર્ફ બબો નામના શખ્સને પકડ્યો. સ્થળ પરની થોડી કડકાઇમાં દલજિત ભાંગી પડ્યો અને તેણે બેન્ક લૂંટનો ગુનો કબૂલી લીધો. અમદાવાદ પોલીસે ઈતિહાસની પહેલી બેન્ક લૂંટનો ગુનો ઉકેલી નાંખ્યો હતો. પરંતુ પોલીસ માટે હજુ એક મોટી સફળતા રાહ જોઇ રહી હતી. દલજિતે લૂંટમાં સાથે રહેલા પોતાના અન્ય મિત્રોના નામ આપ્યાં જે પૈકી એક નામ હતુ હરજિન્દર ઉર્ફ જીંદા ઉર્ફ વિજય ખન્ના ઉર્ફ રાહુલ ઉર્ફ બલવિરસિંઘ ઉર્ફ રાકેશ શર્મા.

પોલીસે હરજિન્દર ઉર્ફ જીંદાને પકડ્યો ત્યારે ઘટસ્ફોટ થયો કે તે બબ્બર ખાલસા ગ્રુપનો મહત્વનો ખાલિસ્તાની આતંકવાદી છે. પોલીસની ટીમોએ દિલ્હીમાંથી જ લૂંટમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો રાકેશ ખન્ના અને નિર્મળસિંઘને પણ પકડી પાડ્યા અને લાલ રંગની મારૂતિ ફ્રન્ટી કબજે કરી. લૂંટારૂઓએ કબૂલાત કરી કે, નારોલ સુધી ચારમાંથી બે આરોપી સ્કૂટર પર આવ્યાં હતા અને બે કારમાં હતા. લૂંટ પહેલા સ્કૂટર રેકી કરવા માટે લીધુ હતુ અને લૂંટના દિવસે સ્કૂટર નારોલ પાસે મુકીને ત્યાંથી એક જ કારમાં બેસી લૂંટ કરવા ગયા હતા. અમદાવાદની પહેલી બેન્ક લૂંટનો ભેદ બરાબર 17માં દિવસે ઉકેલાયો ત્યારે એ વાતનો પણ ઘટસ્ફોટ થયો કે, બબ્બર ખાલસાના સક્રિય સભ્ય એવા હરજિન્દર ઉર્ફ જીંદાએ કોંગ્રેસના સાંસદ લલીત માકનની પણ હત્યા કરી હતી.

Published On - 11:35 am, Tue, 17 May 22

Next Article