AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ આખરે સફળ થઈ ખરી. અમદાવાદીઓ આમ તો નિયમો તોડવા માટે જાણીતા છે. પરંતુ સેપ્ટ યુનિવર્સિટી ધ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે ટ્રાફિક ડ્રાઈવ યોજ્યા પછી શહેરના 52 ટકા લોકો હેલમેટ પહેરતા થયા છે.. અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યામાં સુધારો લાવવા માટે હાઈકોર્ટના કડક […]

ટ્રાફિકની સાથે સંકળાયેલો એક રિપોર્ટ અમદાવાદીઓને કરશે ખુશ, ટ્રાફિકના નિયોમના પાલન કરવામાં અડધાંથી વધુ અમદાવાદીઓ સુધરવા લાગ્યા
Pratik jadav
| Edited By: | Updated on: Feb 11, 2019 | 12:18 PM
Share

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી યોજવામાં આવતી ટ્રાફિક ડ્રાઈવ આખરે સફળ થઈ ખરી. અમદાવાદીઓ આમ તો નિયમો તોડવા માટે જાણીતા છે. પરંતુ સેપ્ટ યુનિવર્સિટી ધ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે ટ્રાફિક ડ્રાઈવ યોજ્યા પછી શહેરના 52 ટકા લોકો હેલમેટ પહેરતા થયા છે..

વાહનચાલકોમાં આવી જાગૃતતા

અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યામાં સુધારો લાવવા માટે હાઈકોર્ટના કડક વલણ બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ડ્રાઈવ યોજીને દંડનીય કામગીરી કરવામાં આવી છે.આ કામગીરી પછી શહેરના રસ્તાઓ પર કેટલો બદલાવ આવ્યો તે જાણવા સેપ્ટ યુનિવર્સિટી ધ્વારા અમદાવાદના અલગ-અલગ રસ્તાઓ પર ખાસ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો. જેમાં જાણવા મળ્યું કે વિવિધ ટ્રાફિક ડ્રાઈવ પછી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાની સંખ્યા 35 ટકાથી વધીને 52 ટકા સુધી પહોચી છે.

આ પણ વાંચો : ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસની અંધશ્રધ્ધા થઈ શરૂ, પહેલાં રોડ-શોમાં રાહુલ-પ્રિયંકાની અંધશ્રધ્ધા લોકોની નજરે ચડી

હેલમેટ પહેરનારાઓની સંખ્યામાં વધારાની સાથે શહેરના જંકશન પર સ્ટોપલાઈન પર ઉભા રહીને નિયમોનુ પાલન કરનારાઓની સંખ્યા પણ વધારો થયો છે. સ્ટોપ લાઈનની બહાર જાય તો ઈમેમો મળતો હોવાને કારણે વાહનચાલકો સ્ટોપલાઈન પર ઉભા રહેવાનું પસંદ કરે છે.

જો કે અમદાવાદના શાહ-એ-આલમ ચાર રસ્તા, કાલુપુર ચાર રસ્તા તેમજ ચાંદખેડા જંકશન પર ટ્રાફિકના નિયમોનું પાલન ઓછુ થઈ રહ્યું છે. જ્યાં હજું પણ ટ્રાફિક પોલીસની વિવિધ ડ્રાઈવ યોજવાની જરૂર જણાય છે. આ સર્વે કરવા માટે સેપ્ટ યુનિવર્સિટી દ્વારા વિવિધ જંક્શન પર ટ્રાફિક પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી સર્વે કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસની કામગીરી એકંદરે શહેરની ટ્રાફિક સમસ્યામાં સુધારો થયો છે. ત્યારે સેપ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેથી મળેલા પરિણામ વિશે શહેર ટ્રાફિક પોલીસને માહિતગાર કરાશે. જેથી જે સ્થળો પર ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું ત્યાં વધુ ડ્રાઈવ યોજીને વધું શહેરીજનોને નિયમોનું પાલન કરતા કરી શકાય.

[yop_poll id=1318]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
g clip-path="url(#clip0_868_265)">