આજનું હવામાન: ગુજરાતને ફરી એકવાર કમોસમી વરસાદ ધમરોળશે! જાણો ક્યારે અને ક્યાં થશે માવઠું, જુઓ વીડિયો

|

Mar 08, 2024 | 10:03 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. અમદાવાદ,રાજકોટ, ભાવનગર, પોરબંદર,ભૂજ, વલસાડ, પાલનપુર સહિતના વિસ્તારોમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આજનું હવામાન: ગુજરાતને ફરી એકવાર કમોસમી વરસાદ ધમરોળશે! જાણો ક્યારે અને ક્યાં થશે માવઠું, જુઓ વીડિયો
Monsoon

Follow us on

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. અમદાવાદ,રાજકોટ, ભાવનગર, પોરબંદર,ભૂજ, વલસાડ, પાલનપુર સહિતના વિસ્તારોમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરામાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ આજે અમદાવાદ, રાજકોટમાં 25 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, ભાવનગર, સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં 26 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. પોરબંદર સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં આજે 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

અંબાલાલે કરી માવઠાની આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનમાં પલટા આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમની આગાહી અનુસાર આજે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતાની આગાહી કરી છે. 8 થી 11 માર્ચ દરમિયાન વાતાવરણ બદલાવાની શક્યતા વર્તાઈ રહી છે.હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર પવન અને વાદળછાયા વાતાવરણ સહિત વરસાદ પણ વરસી શકે છે. એટલું જ નહીં કેટલાંક વિસ્તારોમાં વંટોળ સાથેનો વરસાદ થાય તેવી સંભાવના છે.ગુજરાતને ફરી એકવાર ઘમરોળી શકે છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતમાં જ થયેલા માવઠાએ ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પાક લેવાના સમયે જ આવેલું માવઠું ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યું છે.તેની વચ્ચે ફરી 8 થી 11 માર્ચ દરમિયાન હવામાન પલટાની શક્યતા વર્તાઈ રહી છે. તો આગાહી કરાઈ છે કે 18 થી 20 માર્ચમાં પણ વરસાદ વરસી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article