શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધશે, સરકારે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો

|

Jun 21, 2023 | 2:18 PM

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે.

શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધશે, સરકારે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો
Urban Green Mission Programme

Follow us on

ગુજરાત સરકાર દ્વારા રોજગારીનો તકો વધારવા વધુ એક યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થશે. આ કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે.

ગુજરાત સરકારે શહેરોમાં બાગાયતને પ્રોત્સાહન આપવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ સરકારનો મુખ્ય ઉદેશ રાજ્યના મુખ્ય શહેરોમાં વધુ હરિયાળી લાવવાનું અને યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવાનું છે.

રાજ્યના 8 મહાનગરોમાં આ કાર્યક્રમ શરૂ કરાશે

ગુજરાત માહિતી ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત લોકોને તાલીમ આપી કુશળ બનાવવામાં આવશે. આ માટે રાજ્યના 8 મહાનગરોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ મહાનગરોમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ 175 જેટલી ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમોનું આયોજન કરાશે. આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરાશે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

આ પણ વાંચો RTE પ્રવેશ પ્રક્રિયા 2023-24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કયાર સુધી કરી શકાશે, જાણો વિગત

રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીઓને પ્રતિદિન 250 ભથ્થું અપાશે

રાજ્ય સરકારની આ યોજના સ્કિલ્ડ લોકોને રોજગારીની તકો પણ પુરી પાડશે. જેમાં ખાસ કરીને આ યોજના રાજ્યના 8 મહાનગરોમાં શરૂ કરવામાં આવશે. જેના માટે સરકાર માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરશે. તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન રૂ.250 ભથ્થું આપવામાં આવશે તેમજ માળી કામ માટેની જરૂરી ગાર્ડન ટૂલ કીટ પણ અપાશે.

અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ હેઠળ બાગાયત વિભાગ દ્વારા માળી કામ માટેની ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં કુલ 175 તાલીમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા મદદરૂપ થશે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article