સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામે એકસાથે 7 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયા છે.આ તમામ લોકો ટ્રેક્ટરમાં સવાર થઇને જઇ રહ્યા હતા. અચાનક જ ટ્રેકટર વીજ વાયર અડી જતા અકસ્માત થયો હતો. આ ઘટનામાં અન્ય ચાર લોકોની હાલત ગંભીર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દશાડાના બુબાળા ગામમાં વહેલી સવારે ખેત મજૂરો ટ્રેકટર લઇને ખેતરમાં જઇ રહ્યા હતા.આ ટ્રેકટરની ટ્રોલીમાં પતરા લગાવેલા હતા.ટ્રેકટરમાં આ પતરા 10થી 12 ફૂટ જેટલા ઊંચા લગાવવામાં આવ્યા હતા.જો કે આ પતરા વીજ વાયરને અડી ગયા હતા. જેના કારણે ટ્રેકટરમાં બેસેલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો.
વીજ કરંટ લાગતા જ ટ્રેકટરમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે વિરમગામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલ ખૂબ જ ગંભીર હાલત છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે.જો કે હાલ તો બેદરકારીના કારણે ત્રણ લોકોના મોત થયા હોવાનું જોવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો-ભરૂચ : અંકલેશ્વર નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક પર પથ્થરથી હુમલો, જુઓ વીડિયો
સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે. આ તમામ ખેતમજુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હોવાનું સામે આવ્યુ છે.
Three died due to electrocution while 4 injured in rural region, #Surendranagar #Gujarat #TV9News pic.twitter.com/rf25OS1SyT
— Tv9 Gujarati (@tv9gujarati) February 12, 2024
Published On - 11:55 am, Mon, 12 February 24