AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આ લોકોને કચરામાંથી મળી જાય છે હીરા! થોડા કલાકોની મહેનત કમાઈ આપે છે કેટલું?

જો કોઈ તમને એમ કહે કે કચરામાંથી પણ હીરા મળે છે તો એ વાત માનવામાં આવે? પણ આજે અમે તમને જણાવીશું કે સુરતમાં કચરામાંથી પણ હિરા મળે છે. ચાલો જાણીએ આ અદ્દભુત વાત.

Surat: આ લોકોને કચરામાંથી મળી જાય છે હીરા! થોડા કલાકોની મહેનત કમાઈ આપે છે કેટલું?
સુરત ડાયમંડ બજાર
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 17, 2021 | 3:58 PM
Share

સુરત શહેર અજાયબ છે અને તેની વાતો પણ અજ્બ ગજબની છે. ડાયમંડ નગરી તરીકે જાણીતું સુરત શહેર લાખો હજારો લોકોને રોજગારી પુરી પાડે છે. જે રત્નકલાકારો હીરાને તરાસવાનું કસબ જાણે છે. તેમના માટે આ ઉદ્યોગ કમાણીનું તો માધ્યમ બની જ રહે છે. પણ જે લોકોને હીરાના કટિંગ અને પોલિશિંગ સાથે દૂર દુરનો કોઈ સંબંધ નથી તેમના માટે પણ આ ઉદ્યોગ ઘર પરિવારનું ગુજરાન ચલાવવાનું માધ્યમ બની રહ્યો છે.

જો કોઈ તમને એમ કહે કે કચરામાંથી પણ હીરા મળે છે તો એ વાત માનવામાં આવે? પણ આજે અમે તમને જણાવીશું કે સુરતમાં કચરામાંથી પણ હિરા મળે છે. જી હા ડાયમંડ સીટી સુરતનો હીરા ઉદ્યોગ જે વાર્ષિક રૂ.1.37 હજાર કરોડનું ટર્નં ઓવર ધરાવે છે. જે લાખો રત્નકલાકારોને રોજગારી પણ પુરી પાડે છે તે જ ડાયમંડ ઉદ્યોગ જે હીરાના કટિંગ કે પોલીશીંગનું કામ શુદ્ધા નથી જાણતા તે લોકોને પણ પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલી કમાણી કરાવી આપે છે.

સુરતમાં મહિધરપુરા અને વરાછા હીરાબજાર જે આખો દિવસ હીરાના વેપારીઓ અને દલાલોની ભીડથી ભર્યું રહે છે. દિવસ દરમ્યાન આ જ હીરાબજારમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. હીરાની મોટી કંપનીઓ હોય કે નાની ઘંટીઓ. અહીં રોજનો હજારો કરોડો રૂપિયાનો બિઝનેસ રસ્તા પર થાય છે. જોકે દિવસ દરમ્યાન જે હીરાનો વેપાર થતો હોય છે.

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કામકાજ દરમ્યાન અથવા પવન કે કોઈ બીજા જ કારણોસર અત્યંત બારીક અને સૂક્ષ્મ કહી શકાય તેવા હીરા રસ્તા પર પડી જતા હોય છે. આવા ખોવાયેલા હીરા જ્યાં વેપારીઓ કે દલાલો નુકશાન સમજીને જતું કરતા હોય છે ત્યાં જ આ હીરા કમાણીનું સાધન બની જાય છે સુરતમાં ધૂળિયા તરીકે ઓળખાતા અસંખ્ય લોકો માટે.

સવારે 6 વાગ્યાથી સુરતના રમેશ વસાવા નસીબને અજમાવવા માટે હાથમાં તગારું અને તગારામાં બ્રશ અને ચારણી લઈને નીકળે છે. હીરાબજારમાં ફરી ફરીને તેઓ નાની નાની ઘંટીઓ બહાર પડેલી ધૂળ ભેગી કરે છે. રમેશભાઈ આ કામમાં એકલા નથી હોતા. તેમની સાથે તો આવા અસંખ્ય ધૂળિયા હોય છે જે સવાર સવારમાં બ્રશ લઈને ધૂળ ભેગી કરવાનું જ કામ કરે છે. આ ધૂળ ભેગી કરીને તે બાદ તેને ચારણીથી ચાળવામાં આવે છે.

જો નસીબ હોય તો ક્યારેક ધૂળમાંથી તેમને એ વસ્તુ મળી જાય છે જે તેમને સિકંદર બનાવી દે છે. રમેશભાઈ વસાવા બાળપણથી જ ધૂળિયા તરીકે કામ કરવા રોજ હીરાબજારમાં આવે છે. અત્યારસુધી એમને સાચો હીરો તો નથી મળ્યો પણ હાં, પરિવારનું ગુજરાન ચાલી શકે તેટલા હીરા તો તેમને રોજના મળી જ જાય છે. તે કહે છે કે તે વર્ષોથી અહીં આવે છે. રોજ સવારે ધૂળ સાફ કરે છે. ક્યારેક નસીબમાં હોય તો હીરા મળી જાય છે. પછી તેને સિકંદર બજારમાં વેચી દે છે.

ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે હીરાબજારમાં જ સિકંદર બજાર એવું છે જ્યાં આ જ પ્રમાણેના હીરા વેચાય છે. ધુલિયાઓ જે હીરા કચરા માંથી શોધી કાઢે છે તે હીરા આ સિકંદર બજારમાં વેચાય છે. જેમને હીરા વિશેની આવડત નથી તેમના હાથમાં આવેલા હીરા ફરી પાછા એમની પાસે જ જાય છે જેઓ આ ધંધાના કસબી છે. અને પછી આ ધૂળિયાઓને આ હીરાની જે કિંમત મળે છે તે તેઓ લઇ લે છે. આમાંથી એવા પણ કિસ્સા નોંધાયા છે જેમાં કોઈક આ જ કામ કરીને સારું ઘર વસાવી શક્યા છે.

હીરા અગ્રણી પ્રવીણ નાણાવટીનું કહેવું છે કે સુરતના ડાયમંડ માર્કેટની આ ખાસિયત છે. જેમને હીરાનું કામ આવડતું નથી તેમને પણ કમાણી કરાવી આપે છે. આવા અસંખ્ય પરિવારોને હીરામાંથી કમાણી થઇ જાય છે. તેમના માટે સિકંદર માર્કેટ પણ છે જ્યાં તેઓ આ હીરા વેચે છે.

કહેવાય છે તમારામાં કામ કરવાની નિષ્ઠા અને પ્રામાણિકતા હોય તો ક્યારેય કોઈ વ્યવસાય એવો નથી હોતો જેમાં તમને સફળતા ન મળે. બસ જરૂર હોય છે મહેનત અને આત્મવિશ્વાસની. ધૂળમાંથી હીરો શોધવાનું કામ કરતા આ લોકો ભલે કરોડપતી થઇ ના શક્યા હોય પણ તેજ પ્રામાણિકતા અને આત્મવિશ્વાસથી આજે તેમના પરિવારનું ગુજરાન ચોક્કસથી ચાલી રહ્યુ છે.

આ પણ વાંચો: આ અઠવાડીએ OTT પ્લેટફોર્મ પર તમારું મનોરંજન થશે જોરદાર, આવી રહી છે 5 ફિલ્મો અને વેબ સિરીઝ

આ પણ વાંચો: OMG: કોરોના નિયમોના ઉલ્લંઘન પર બિહારના આ વ્યક્તિને 3 વર્ષની જેલ! જાણો ક્યાં મળી આ સજા

g clip-path="url(#clip0_868_265)">