ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીય મૂળના 10 દિગ્ગજનો સમાવેશ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીતવા પ્રવાસીઓ પર નજર

|

Feb 17, 2020 | 9:59 AM

બે દિવસના પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગઈ છે. નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમેરિકામાં વસતા મૂળ ભારતીય લોકોના મતની પણ ટ્રમ્પને જરૂર પડશે. આ માટે ભારત યાત્રામાં ટ્રમ્પે પોતાની ટીમમાં મૂળ ભારતીય એવા 10 દિગ્ગજ લોકોને સામેલ કર્યા છે. આ પણ વાંચોઃ ગાંધીનગરના મહાત્મા મંદિરના એક્ઝિબિશન […]

ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ભારતીય મૂળના 10 દિગ્ગજનો સમાવેશ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીતવા પ્રવાસીઓ પર નજર

Follow us on

બે દિવસના પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ તમામ પ્રકારની તૈયારીઓમાં લાગી ગઈ છે. નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમેરિકામાં વસતા મૂળ ભારતીય લોકોના મતની પણ ટ્રમ્પને જરૂર પડશે. આ માટે ભારત યાત્રામાં ટ્રમ્પે પોતાની ટીમમાં મૂળ ભારતીય એવા 10 દિગ્ગજ લોકોને સામેલ કર્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરના મહાત્મા મંદિરના એક્ઝિબિશન હોલમાં COP 13 કોન્ફરન્સનું આયોજન કરાયું

ટ્રમ્પની મુલાકત દરમિયાન એક ટીમમાં પરમાણુ ઉર્જા વિભાગના ઉપમંત્રી રીટા બરનવાલ, એશિયાઈ અમેરિકી પૈસિફિક આઈલેન્ડર્સ સલાકાર આયોગના સદસ્ય પ્રેમ પરમેશ્વરન, ટ્રેજરી ઓફ ફાઈનેન્શિયલ ઈન્સ્ટિટ્યુસનના ઉપ મંત્રી વિમલ પટેલ, બ્યુરો ઓફ ઈકોનોમિક એન્ડ બિઝનેસ અફેયર્સના ઉપમંત્રી મનીષા સિંહ, ફેડરલ કમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઈ, સેન્ટર ફોર મેડિકેયર એન્ડ મેડિકએડ સર્વિસેજની પ્રશાસક સીમા વર્મા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કાર્યરત ટ્રમ્પના ખાસ સલાહકાર કાશ પટેલ, મેન્ટલ હેલ્થ સર્વિસેજ નેશનલ એડવાઈઝરી કાઉન્સિલની સાથે જોડાયેલા શિવાંગી શામેલ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમેરિકી ટીમનું માનવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પાસે આ મહત્વનો અવસર છે. જ્યારે તે ભારતીય મતદાર સમુદાયને સીધી અને યોગ્ય રીતે પોતાનો સંદેશ આપી શકે છે. આ માટે ટ્રમ્પની કોશિશ રહેશે કે, તેની પાર્ટીના મૂળ ભારતીય સમર્થકોને પ્રભાવીત કરી શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

20 ટકા મતદારોને થઈ શકે છે અસર

અમેરિકામાં કામ કરતા ઈમેજિન ઈન્ડિયા ઈસ્ટિટ્યુટ સંસ્થાના અધ્યક્ષ રોબિંદર એન.સચદેવ પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મિત્રતા અને હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરી બાદ આ ભારતનો પ્રથમ પ્રવાસ છે. આ કારણે 20 ટકા અમેરિકમાં મૂળ ભારતીય મતદારોનો સાથ મળી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે, ડોનાલ્ડ ટ્રમ્પને આ વખતે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જીતવા વધારે હાથ પગ મારવા પડશે. કારણ કે, અમેરિકાની સામાન્ય પ્રજામાં મોટી સંખ્યામાં વિરોધનો સુર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article