જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનાના જથ્થામાંથી રૂપિયા 1.10 કરોડના બે કિલો સોનાની ચોરી

જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનાના જથ્થામાંથી રૂપિયા 1.10 કરોડના બે કિલો સોનાની ચોરી
પ્રતીકાત્મક તસ્વીર

જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનામાંથી રૂપિયા એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થઈ છે. જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. 1982 અને 1986માં કચ્છ કસ્ટમ વિભાગે દરોડા પાડીને દાણચોરીથી ભારતમાં લવાયેલા સોનાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સોનાનો જથ્થો ભૂજમાં આવેલ કસ્ટમ વિભાગની […]

Bipin Prajapati

|

Dec 18, 2020 | 9:46 AM

જામનગર કસ્ટમ વિભાગ હસ્તકના સોનામાંથી રૂપિયા એક કરોડની કિંમતના 2156.72 ગ્રામ સોનાની ચોરી થઈ છે. જામનગર કસ્ટમ વિભાગના અધિકારીએ બે કિલો સોનાની ચોરી કોઈ અંદરના જ માણસે કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

1982 અને 1986માં કચ્છ કસ્ટમ વિભાગે દરોડા પાડીને દાણચોરીથી ભારતમાં લવાયેલા સોનાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સોનાનો જથ્થો ભૂજમાં આવેલ કસ્ટમ વિભાગની કચેરીમાં સુરક્ષીત રાખવામાં આવ્યો હતો. પરંતુ 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં કસ્ટમ વિભાગની ભૂજ સ્થિત કચેરીને ભારે નુકસાન થયુ હતું. આથી કચ્છ કસ્ટમ વિભાગના હસ્તક તમામ માલસામગ્રી અને કેટલાક દસ્તાવેજો જામનગર કસ્ટમ વિભાગ હસ્તક સોપવામાં આવ્યા હતા. જામનગર કસ્ટમ વિભાગે કચ્છ કસ્ટમ વિભાગે આપેલ માલસામગ્રી અને દસ્તાવેજો, 2016ના ઓક્ટોબર મહિનામાં કચ્છ કસ્ટમ વિભાગને વિધિવત્ત સોપી દેવાયા હતા.

કચ્છ કસ્ટમ વિભાગે સોનાના જથ્થાની ગણતરી કરતા તેમાંથી 2156.722 ગ્રામ સોનાની ઘટ જણાઈ હતી. આથી કચ્છ કસ્ટમ વિભાગે જામનગર કસ્ટમ વિભાગને જાણ કરતા, જામનગર કસ્ટમ વિભાગે, પોતાના હસ્તક રહેલા સોનાના જથ્થામાંથી રૂપિયા 1 કરોડ 10 લાખની કિંમતનુ બે કિલોથી વધુ સોનાની ચોરી થયાની ફરીયાદ નોધાવી છે. કોઇપણ સરકારી કર્મચારીએ સરકારી મિલ્કત હોવાનું જાણતા હોવા છતાં કોઇપણ રીતે અંગત ફાયદા માટે મેળવી લેતા ગુનો નોંધીને જામનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati