સુરતમાં ચોરીનો પર્દાફાશ : ચાર આરોપી પિસ્તોલ સાથે ઝડપાયા – જુઓ Video
સુરતના કતારગામ વિસ્તારમાં થયેલી રાત્રિ દરમિયાન થયેલી ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.
સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના રહેવાસી હોવાનું ખુલ્યું છે અને તેઓ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા હતા.
પ્રાંતિજ પોલીસે કતારગામ પોલીસને ટેકો આપતાં નાકાબંધી કરી અને એક ઘરના ધાબા પરથી તમામ આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચાર પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટીસ મળી આવ્યા છે. પોલીસે 8 લાખથી વધુ કિંમતના સોનાં-ચાંદીનાં દાગીનાઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે કતારગામ વિસ્તારમાં ચોરી થઈ ત્યારે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. અત્યાર સુધીમાં મળેલા દાગીનાઓથી એવું મનાય છે કે, આ ટોળકીએ અન્ય વિસ્તારોમાં પણ ચોરી કરી હોઈ શકે છે. હાલ કતારગામ પોલીસ આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે.
